1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના IPS રાજુ ભાર્ગવની નિયુક્તિ,
રાજકોટના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના IPS રાજુ ભાર્ગવની નિયુક્તિ,

રાજકોટના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના IPS રાજુ ભાર્ગવની નિયુક્તિ,

0
Social Share

રાજકોટ :  ક્રાઈમ કેપિટલ બની રહેલા રાજકોટમાં છેલ્લા ઘણા મહિનાથી મહત્વની એવી પોલીસ કમિશનરની જગ્યા ખાલી હતી. અને કમિશનર તરીકે કોને જવાબદારી સોંપાશે. તેની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. આખરે રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના આઈપીએસ રાજુ ભાર્ગવની નિયુક્તિ કરવામાં આવી છે.

સૂત્રોના જમાવ્યા મુજબ  મહિનાઓ પહેલા રાજકોટ પોલીસ દ્વારા કથિત રીતે આચરવામાં આવેલા તોડકાંડ બાદ સમગ્ર રાજયમાં પોલીસની છબીને જોરદાર ધકકો પહોંચ્યો હતો  ત્યારબાદ સફાળી જાગી ઉઠેલી સરકારે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની ‘સજારૂપે’ જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરી નાંખવામાં આવી હતી. તેમની બદલી થયા બાદ છેલ્લા બે મહિનાથી રાજકોટમાં કાયમી પોલીસ કમિશ્નરની જગ્યા ભરાતી જ ન હતી અને શહેર પોલીસનું ગાડુ ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી ગબડાવવામાં આવી રહ્યું હતું. રાજકોટ શહેરને કાયમી પોલીસ કમિશનર મળે તે માટે સરકાર સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવી હતી. દરમિયાન મંગળવારે સરકારે રાજકોટમાં પોલીસ કમિશ્નર તરીકે એડીશ્નલ ડીજી રાજુ ભાર્ગવની નિમણુંકનો હુકમ કર્યો હતો.

સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે રાજુ ભાર્ગવ 1995 બેચના આઇપીએસ અધિકારી છે અને તેઓ હાલ એડીશનલ ડીજી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. હવે તેમની રાજકોટના પોલીસ કમિશનર તરીકે બદલી થઇ જતા એડીશ્નલ ડીજીનું પદ ખાલી પડયું છે. જેના પર સરકાર ટુંક સમયમાં નવા અધિકારીની નિમણુંક કરશે. સિનીયર આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ આર્મ્સ યુનિટના વડા છે. તેઓ ગાંધીનગર પહેલા દિલ્હી ડેપ્યુટેશન પર હતા. નવા પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવ બુધવારે સાંજ સુધીમાં ચાર્જ સંભાળે તેવી શકયતા વ્યકત થઇ રહી છે. જયારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ બુધવારે પોતાનો ચાર્જ છોડી દેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મે ના અંત અથવા જુનના પ્રથમ સપ્તાહમાં હજુ બીજા આઇપીએસ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે. જેમાં અમદાવાદ, સુરત, બરોડા સહિતના પોલીસ કમિશનરોનો પણ સમાવેશ થઇ જાય છે. જોકે આ બદલીઓમાં જ રાજકોટના પોલીસ કમિશનરની નિમણુંક થાય તેવી સંભાવના હતી પરંતુ સરકારે રાજકોટ માટે સિંગલ ઓર્ડર ઇસ્યુ કરી રાજુ ભાર્ગવને રાજકોટની જવાબદારી સોંપી છે. ત્યારે પોલીસ વિભાગ નવા કમિશનરને આવકારવા માટે અત્યારથી જ તૈયારીમાં લાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code