1. Home
  2. ગુજરાતી
  3. G-20 દેશોના કલાકારોની કૃતિઓ પટના મ્યુઝિયમમાં ચમકશે -7 ઓગસ્થીટ શરુ થતા “ટુગેધર વી આર્ટ” પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે
G-20 દેશોના કલાકારોની કૃતિઓ પટના મ્યુઝિયમમાં ચમકશે -7 ઓગસ્થીટ શરુ થતા “ટુગેધર વી આર્ટ” પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે

G-20 દેશોના કલાકારોની કૃતિઓ પટના મ્યુઝિયમમાં ચમકશે -7 ઓગસ્થીટ શરુ થતા “ટુગેધર વી આર્ટ” પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે

0
Social Share
  • જી 20ના કલાકારોની કૃતિઓ ચમકરશએ પટનાના મ્યુઝિયમમાં
  • G20 દેશોના પસંદ કરેલા કલાકારોની આર્ટવર્ક મ્યુઝિમમાં રખાશે

પટનાઃ- આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે જી 20 દેશોના કલાકારોની કૃતિઓને ભારતના મ્યુઝિમમાં  સ્થાન પણ અપાશે, માહિતી પ્રમાણે જી 20  દેશોના કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન કરતા બે મહિનાના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવા બિહાર મ્યુઝિયમની પસંદગી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારના કલા અને સંસ્કૃતિ વિભાગના સચિવ બંદના પ્રિયશીએ મંગળવારે જણાવ્યું હતું કે G20 દેશોના પસંદ કરેલા કલાકારોની આર્ટવર્ક અને સંબંધિત માહિતી 7 ઓગસ્ટથી યોજાનાર “ટુગેધર વી આર્ટ” નામના પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે  બિહાર મ્યુઝિયમ હવે G20 પહેલ માટે પ્રોજેક્ટનું આયોજન અને અમલ કરી રહ્યું છે. “ટુગેધર વી આર્ટ” એ મહા ઉપનિષદની વિભાવના “વસુધૈવ કુટુંબકમ” ની થીમ પર આધારિત છે.

આ પ્રદર્શન 7 ઓક્ટોબર સુધી ચાલશે, ત્યારબાદ તેને નવી દિલ્હીમાં પ્રદર્શિત કરવામાં આવશે.કે આ પ્રદર્શન સંબંધિત સરકારો દ્વારા તેમની અભિવ્યક્તિ, પેઇન્ટિંગ, ગ્રાફિક્સ, એચિંગ, ફોટોગ્રાફી, ફિલ્મ, વિડિયો અથવા વિવિધ માધ્યમોના સંયોજન તરીકે પસંદ કરાયેલા કલાકારોનું હશે. આ કાર્યક્રમમાં જે કલાકારોનું કામ પ્રદર્શિત કરવામાં આવશે તે કલાકારોની પસંદગી કરવાની બાકી છે.

આ કલાકારો 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ માટે આયોજિત સેમિનાર “વન વર્લ્ડ વન ફેમિલી” નો ભાગ પણ હશે. બિહારના બે વર્લ્ડ હેરિટેજ સ્થળો ગયા અને રાજગીરની મુલાકાતનું આયોજન કરવામાં આવશે દરમિયાન, G20 જૂથોની બે બેઠકો જે આ વર્ષે માર્ચમાં પટનામાં યોજાવાની હતી તે હવે 22 જૂને અને 23 સે યોજાશે.

ઉલ્લેખનીય છે કે જી-20 જૂથ એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. આમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન સામેલ છે.ા વ ર્ષે ભારત જી 20ની અધ્યકક્ષતા કરી રહ્યું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code