Homeગુજરાતીગુજરાતભાભરઃ રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સ લેવલે રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીની પસંદગી

ભાભરઃ રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સ લેવલે રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીની પસંદગી

અમદાવાદઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત હાઈટ હન્ટ પ્રોગ્રામમાં રાજ્યના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ – 8 ના વિદ્યાર્થી દેસાઈ રમેશભાઈ અમરતભાઈ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલ માં તેમની પસંદગી થઈ છે. તે બદલ માર્ગદર્શક શિક્ષકો તથા વિદ્યાર્થીને શાળાનું, તાલુકાનું તથા સમાજનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર વતી તેમજ ટ્રસ્ટી પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે. જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામના પાઠવવામાં આવી છે.

સંબંધિત લેખો

Most Popular