
સવાર-સવારમાં બ્લડ શુગર વધી જાય છે? નાસ્તામાં આ વસ્તુ ખાવાથી મળશે રાહત
ડાયાબિડીસના દર્દીઓમાં બ્લડ શુગરનો વધારો ખૂબ ખરાબ માનવામાં આવે છે. જે દર્દીઓનું શુગર લેવલ હંમેશા વધારે રહે છે તેમના ફેફસા, કિડની અને હ્રદય પર ખરાબ અસર પડે છે. કેટલાક દર્દીઓ ફરિયાદ કરે છે રોજ સવારે તેમનું લોહી અચાનકથી સ્પાઈક કરી જાય છે. તમે પણ એવા લોકોમાંથી છો તો તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટ વધારે હેલ્દી હોવું જરૂરી છે. સવારનો નાસ્તો એવો હોવો જોઈએ જે તમારા શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે સાથે દિવસભર એક્ટિવ રાખવામાં તમારી મદદ કરે.
એવોકેડામાં એન્ટીઓક્સીડેન્ટ્સ તમને મેટાબોલિઝમ સિંડ્રોમથી બચાવી શકે છે. આ સિંડ્રોમથી ગ્રસિત લોકોમાં ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. એવમાં રોજબરોજ બ્રેકફાસ્ટમાં એવોકોડાનું સેવનથી તમારુ શુગર લેવલ નહીં વધે.
જો તમારું બ્લડ શુગર લેવલ હંમેશા હાઈ રહે છે તો લસણનું સેવન કરવાથી કંટ્રોલમાં લાવી શકાય છે. લસણનું ગ્લાઈસેમિક ઈંડેક્સ 10-30 છે, જે બ્લડ શુગર માટે લો માનવામાં આવે છે. રોજ આનું સેવનથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહેશે તેના સિવાય તેમાં મોજુદ ગુણોને લીધે ઘણી બીમારીઓ દૂર રહેશે.
એપલ સાઈડ વિનેગરમાં એસિટિક એસિડ હોય છે. આ પેટમાં રહેલા એંજાઈમને ઘટાડવામાં મદદ કરે છે જો શરીરમાં શુગર લેવલને વધારી શકે છે. રોજ તેનું સેવન કરવાથી તમારા શરીરની ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધશે. રોજ લગભગ 20 મિલી એપલ સાઇડર વિનેગર (એટલે કે 4 ચમચી) 40 મિલી પાણી સાથે લો તો તમારું બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહેશે.
લીલા પત્તા વાળી શાકભાજીમાં ફાઈબર, મેગ્નેશિયમ અને વિટામિન એ જેવા પોષક તત્વો હોય છે. સાથે આ શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ 1થી પણ ઓછુ હોય છે. જે શુગર લેવલ વધારવામાં પૂરતું ઓછું છે. આવામાં બ્રેકફાસ્ટમાં રોજ તેનું સેવન કરવાથી તમે ડાયાબિટીસથી બચી શકો છો.