Homeગુજરાતીબોલિવૂડ સ્ટાર અર્જુન કપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરોન્ટાઈન થયા

બોલિવૂડ સ્ટાર અર્જુન કપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરોન્ટાઈન થયા

  • અર્જુન કપર કોરોના પોઝિટિવ
  • ડોક્ટરની સલાહથી હોમ ક્વોરોન્ટાઈન થયા
  • ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી
  • તેઓ એસિમ્પ્ટોમ્ટિક મળી આવ્યા

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે ત્યારે અનેન નેતા અને બોલિવૂડ સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે ત્યારે હવે અભિનેતા અર્જુન કપુર પણ કોરોના પોઝિટિવ થયા છે.આ બાબતની જાણ એક્ટરે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કરી છે, તેઓ એસિમ્પ્ટોમેટીક છે અને ડૉક્ટરની સલાહ લઈને તેઓ પોતે હવે મુજબ હૉમ ક્વૉરન્ટિનથયા છે.

https://www.instagram.com/arjunkapoor/?utm_source=ig_embed

એક્ટરે પોતાના ઈન્સ્ટ અકાઉન્ટ પર કહ્યું કે, “હું કોરોના પોઝિટિવ આવ્યો છું. તમામને માબિતગાર કરવા મારુ કર્તવ્ય સમજું છું. હું સારુ ફીલ કરી રહ્યો છું, મારા શરિરમાં કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે મેં મારી જાતને હૉમ ક્વૉરન્ટિન કરી લીધી છે. મને સપોર્ટ કરવા માટે હું આપ સૌનો એડવાન્સમાં આભાર માનું છું. હું મારા સ્વાસ્થ્યને લઈ આપ સૌને ભવિષ્યમાં જણાવતો રહીશ. આ અભૂતપૂર્વ સમય છે. મને વિશ્વાસ છે કે માનવતા આ વાયરસને માત આપશે”.

મુંબઈમાં કોરોનાના મોર વધુ જોવા મળી રહ્યો છે જેને લઈને હવે બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને પણ કોરોના થયો હતો ત્યાર બાદ કેટચલીક ફેમલસ સિરિયિલના સ્ટાર પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા.

સાહીન-

સંબંધિત લેખો

Most Popular