1. Home
  2. ગુજરાતી
  3. LICએ નોંધાવ્યો નવો રેકોર્ડ! નાણાકીય વર્ષ 2019-20માં 2.19 કરોડની નવી વીમા પોલિસી વેચી
LICએ નોંધાવ્યો નવો રેકોર્ડ! નાણાકીય વર્ષ 2019-20માં 2.19 કરોડની નવી વીમા પોલિસી વેચી

LICએ નોંધાવ્યો નવો રેકોર્ડ! નાણાકીય વર્ષ 2019-20માં 2.19 કરોડની નવી વીમા પોલિસી વેચી

0
Social Share

કોવિડ-19ના સમયમાં લોકોની જીવન વીમા પ્રત્યે જાગરુકતા વધી
– LICએ નાણાકીય વર્ષ 2019-20માં રેકોર્ડ 2.19 કરોડ નવી વીમા પોલિસી વેચી છે
– LICનો અસેટ બેઝ 31,96,214.81 કરોડ રૂપિયાનો છે

વર્ષ 2019-20ના નાણાકીય વર્ષમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અને જીવન પ્રત્યે વધુ સતર્ક થયા છે. જે એ પરથી સાબિત થાય છે કે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમએ નાણાકીય વર્ષ 2019-20માં રેકોર્ડ 2.19 કરોડ નવી વીમા પોલિસી વેચી છે. આ છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. નાણાકીય વર્ષના અંતમાં કોવિડ-19 મહામારી આવી હોવા છત્તાં કંપનીએ આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે ઉપરાંત કંપનીએ આ સમયગાળા દરમિયાન ક્લેમ સેટલમેન્ટ હેઠળ કુલ 159,770.32 કરોડ રૂપિયાની ચૂકવણી પોલિસીધારકોને કરી.

કંપનીએ એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં જણાવ્યું છે કે વર્ષ 2019-20 દરમિયાન તેમણે નવી પોલિસી પર પ્રાપ્ત થતા પ્રીમિયમના આધાર પર નવા કારોબારમાં 25.17 ટકાની વૃદ્વિ નોંધી છે. 31 માર્ચ 2020 સુધી કંપનીને આ રીતે 1.78 લાખ કરોડ રૂપિયાનું નવું પ્રીમિયમ પ્રાપ્ત થયું. વર્ષ 1956માં પાંચ કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણથી શરૂ થયેલી LIC અસેટ બેઝ 31,96,214.81 કરોડ રૂપિયાનો છે.

એલઆઇસીએ લોકોને વધુ સવલત અને સુવિધા પૂરી પાડવા માટે ડિજીટલ પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. એલઆઇસીની મોબાઇલ એપ પર 34 લાખ યૂઝર્સ છે. સાથોસાથ તેમણે ગૂગલ પે, પેટીએમ, ફોનપે જેવા પ્લેટફોર્મ પર પ્રીમિયમ પેમેન્ટ માટે પણ સુવિધા આપી છે. તે ઉપરાંત ગ્રાહકો સીધા જ પરામર્શ કરી શકે તે માટે ચેટ બોટ પણ લોન્ચ કર્યું છે.

મહત્વનું છે કે, કોરોના સંકટ દરમિયાન જીવન વિમા પ્રત્યે લોકોમાં જાગરુકતા જોવા મળી રહી છે અને ઓનલાઇન એ સમયની જરૂરિયાત છે. લોકો પણ હવે ઓનલાઇન સર્વિસને વધુ અપનાવી રહ્યા છે. એલઆઇસીને લોકડાઉનમાં 1 હજાર કરોડનું પ્રીમિયમ ઓનલાઇન મળ્યું છે. કંપનીના 12 લાખ એજન્ટ્સ પણ ઘરે બેઠા ઓનલાઇન પ્રીમિયમ કલેક્શન અને પોલિસી રિન્યૂઅલ કરી રહ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code