1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

સુરતમાં ISI માર્ક વગરના રકમડા મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ સુરતમાં ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી ટોય સ્ટેશન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાન માં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં ISI માર્ક વગરના રમકડાં […]

ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 526 અને NSE માં 119 પોઈન્ટનો વધારો

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેમજ નિફ્ટી અને સેંસેક્સમાં સમગ્ર ટ્રેડિંગ સેશન્સમાં મજબુતી યથાવત રહી હતી. આજે સવારે માર્કેટ ખુલ્યા બાદ ભારે તેજી આવી હતી અને નિફ્ટીએ પ્રાઈસ એક્શન બનાવીને પોતાના મહત્વપૂર્ણ રેજિસ્ટેંસ લેવલને તોડ્યું હતું. જોકે, બપોર બાદ બજારને ઉંચા સ્તરે પ્રોફિટ બુકીંગનું દબાણ સહન કરવું પડ્યું હતું. પરંતુ આ દબાણ […]

અમદાવાદમાં બે જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 13 સ્થળો ઉપર સર્ચ-સર્વે

આઈટીના 75થી વધારે અધિકારીઓ દરોડામાં જોડાયાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ-સર્વેની કામગીરી હાથ ધરાઈ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી એકવાર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાજમાં જાણીતા બે જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર દરોડાને પગલે આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય જૂથના સંચાલકોમાં […]

એશિયાના અબજોપતિઓની યાદીમાં મુંબઈ ચીનની રાજધાની કરતા પણ આગળ

મુંબઈઃ ભારતની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ચીનના બેઈજિંગને પછાડીને પ્રથમ વખત એશિયાની અબજોપતિની રાજધાની બની છે. મુંબઈમાં હવે બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ છે. હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, મુંબઈમાં બેઇજિંગમાં 91ની સરખામણીમાં 92 અબજોપતિ છે. જો કે ચીનની વાત કરીએ તો ભારતમાં 271ની સરખામણીએ 814 અબજોપતિ છે. ન્યૂયોર્ક પછી, મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ […]

અમેરિકા: એક ફોન કૉલ પર નોકરીમાંથી કાઢવામાં આવ્યા કંપનીના 400 કર્મચારીઓ, જાણો ક્યું હતું કારણ?

વોશિંગ્ટન: ઈટાલી અને અમેરિકાની વાહન નિર્માણ કરતી કંપની સ્ટેલેંટિસે અમરિકામાં પોતાના ઈજનેરો, સોફ્ટવેર અને તકનીકી વિભાગમાં કામ કરી રહેલા 400થી વધુ કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. એક રિપોર્ટ મુજબ, કાર નિર્માતા કંપનીએ એક નોટિસમાં કર્મચારીઓને કહ્યું છે કે અમે મહત્વપૂર્ણ બેઠકો આયોજીત કરી રહ્યા છીએ, જેમાં વિશેષ ભાગીદારીની જરૂરત હશે. રિમોટ કોલમાં સામેલ થનારા કર્મચારીઓને જણાવવામાં […]

આર્થિક કંગાળ પાકિસ્તાનની ભારત પાસે મદદની આશા, વેપાર પુનઃ કાર્યરત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પોતાના દેશથી હજારો કિમી દૂર લંડનમાં કહ્યું હતું કે, અમે ભારત સાથે વેપાર ઉપર ગંભીરતાથી વિચારણા કરીશું. રાજકીય જાણકારોના મતે આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીના આ નિવેદનમાં એક મજબૂરી છુપાયેલી છે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલમાં ICUમાં પડી છે અને તેને મટાડવા માટે વેપાર જ એકમાત્ર ‘દવા’ […]

હોળીઃ ચાઈનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારને પગલે ચાલુ વર્ષે 50 હજાર કરોડથી વધુનો વેપાર થશે

નવી દિલ્હીઃ રંગોના તહેવાર હોળીને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ માટે ઓનલાઈન માર્કેટપ્લેસથી લઈને મોલ્સ અને માર્કેટ સુધી બધું જ સજ્જ છે. દેશભરમાં ઉજવાતા આ તહેવારથી બિઝનેસને પણ ઘણો ફાયદો થશે. ઉદ્યોગપતિઓના એક સંગઠનનું માનવું છે કે આ વર્ષે હોળી પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની આશા છે. રિટેલ વેપારીઓના સંગઠન […]

સાત અગ્રણી ભારતીય કંપનીઓએ ઈન્ડિયન ફાઉન્ડેશન ફઓર ક્વોલિટી મેનેજમેન્ટ લોન્ચ કર્યું

એક મહત્વપૂર્ણ પડકારને પહોંચી વળવા માટેના સાહસિક પગલામાં, સાત અગ્રણી ભારતીય કંપનીઓના કન્સોર્ટિયમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્વોલિટી મેનેજમેન્ટ (IFQM) શરૂ કર્યું છે. તે કલમ 8 હેઠળ બિન-લાભકારી કંપની છે. IFQM એ ભારતીય વ્યવસાયોમાં ગુણવત્તા અને ઈનોવેશનની સંસ્કૃતિને ડેડિકટેડ કરવા માટે સમર્પિત એક અનન્ય સંસ્થા છે. ભારતીય ઉધોગોના અગ્રણી નામો ટાટા સંન્સ, ટીવીએસ મોટર કંપની, સન […]

31મી માર્ચે રવિવારના રોજ બેંકો ખુલ્લી રહેશે: RBI

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે બેંકોને 31 માર્ચે સરકારી કામકાજ માટે શાખાઓ ખોલવાનો નિર્દેશ આપ્યો છે. 31 માર્ચ રવિવાર છે અને વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. RBIએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,ભારત સરકારે 31 માર્ચ, 2024 (રવિવાર)ના રોજ સરકારી રસીદો અને ચૂકવણીઓથી સંબંધિત બેંકોની તમામ શાખાઓને વ્યવહારો માટે ખુલ્લી રાખવા વિનંતી કરી છે જેથી […]

દેશમાં 45 ટકાથી વધારે સ્ટાર્ટઅપ મહિલા નેતૃત્વવાળા: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની અવલોકન પણ કર્યું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ મહાકુંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માટે દેશનાં રોડમેપ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં થોડાં દાયકાઓમાં આઇટી અને સોફ્ટવેર ક્ષેત્રમાં ભારતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code