Homeગુજરાતીઉત્તરપ્રદેશના અભ્યાસક્રમમાં હવે ચંદ્રયાન 3ની સફળતાને કરાશે સામેલ, બાળકો જાણશે અવકાશ ક્ષેત્ર...

ઉત્તરપ્રદેશના અભ્યાસક્રમમાં હવે ચંદ્રયાન 3ની સફળતાને કરાશે સામેલ, બાળકો જાણશે અવકાશ ક્ષેત્ર ભારતની ઉપલબ્ઘિ

લખનૌઃ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને ભારતે અવકાશ ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છેચંદ્રયાન 3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

ભારતની આ ગૌરવ ગાથા આવનારા સમયના બાળકો પણ જાણી આવનારી પેઢીઓ પણ તેનાથી પરિચિત થઈ શકે, તેથી હવે બાળકોને ચંદ્રયાન 3 ની સફળતા વિશે શીખવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.ઉત્તરપ્રદેશના પાઠ્ક્રમમાં ચંદ્રયાન 3 ની ગાથા વર્ણાવાની જાહેરાત કરાઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના  માધ્યમિક શિક્ષણ રાજ્ય મંત્રી એવા (સ્વતંત્ર હવાલો) ગુલાબ દેવીએ શૈક્ષણિક અભ્યાસક્રમમાં ચંદ્રયાન 3 ની સફળતાની વાર્તાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. દેશની આ મહત્વની સિદ્ધિ વિશે વિદ્યાર્થીઓ પુસ્તકોમાં વાંચશે તેમ જણાવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular