Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ચર્ચા કરી

Social Share

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી.રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા.

પ્રધાનમંત્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે.“સેચ્યુરેશન” ના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના લાભ ઝડપથી પહોંચાડી શકાય તે અંગે તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.