1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું  શાનદાર ટ્રેલર રિલીઝ
અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું  શાનદાર ટ્રેલર રિલીઝ

અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું  શાનદાર ટ્રેલર રિલીઝ

0
Social Share
  • અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલ રિલીઝ
  • પૃથ્વીરાજ ચૌહાણનું ટ્રેલર થયુંલરિલીઝ
  • શાનદાર ટ્રેલરમાં અક્ષયની અદભૂત ઝલક જોવા મળી

મુંબઈઃ-બોલિવૂડના એક્શન હિરો એક્ષય કૂમાર તેમની એક્ટિંગને લઈને ખૂબ જાણીતા છે તેમની દરેક ફિલ્મની દર્શકો આતૂરતાથી રાહ જોતા હોય છે, ત્યારે હવે આજરોજ તેમની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનું ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ટ્રેલરમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલી એક ઘટનાની ઝલક આપવામાં આવી છે, જે કદાચ ફિલ્મના અંતમાં બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ  માટે, અક્ષય કુમારે તેના વાળ અને દાઢી લાંબી કરી છે  આ સાથે જ એક્ટર 2 સિંહનો સામનો કરતો જોવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ એ ઘટના છે કે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગૌરી પર તીર માર્યું હતું.

જૂઓ આ ફિલ્મનું  શાનદાર ટ્રેલર

એવું કહેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ તીક્ષ્ણ તીર ચલાવી શકતા હતા અને ગૌરી તેમની કળાની કસોટી કરવા માંગતા હતા. બંને આંખો ફોડી નાખ્યા બાદ તેઓને તેને એક વિશાળ ઘંટ પર લક્ષ્ય ટાંકવાનું કહેવામાં આવ્યું. જો કે, તેમના રાજકવિ ચંદ્રવરદાઈ દ્વારા આપવામાં આવેલ સંકેતથી પૃથ્વીરાજ ચૌહાણે સીધું જ મોહમ્મદ ગોરીની છાતી પર નિશાન સાધ્યું અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો.

ટ્રેલરમાં ફિલ્મના આ સિક્વન્સની ઝલક આપવામાં આવી છે. ગણતરીના આધારે, પૃથ્વીરાજ ચૌહાણની બંને આંખો ઇજાગ્રસ્ત હાલતમાં હોવા છતાં, ચોક્કસ નિશાન પર તીર મારવાની આ વાર્તા ખૂબ પ્રચલીત સાબિત થઈ છે. ફિલ્મના ટ્રેલરમાં આ સિક્વન્સની ખૂબ જ નાની ઝલક આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં અક્ષયનો લુક જોઈ શકાય છે. હવે ટ્રેલરના આદ્રશ્ય બાદ દર્શકોની ફિલ્મ જોવાની ઈચ્છા વધી છે.ત્યારે હવે ફિલ્મ સિનેમાઘધરોમાં ક્યારે આવશે તે જોવું રહ્યું અને દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવશે તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ જાણી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code