- કોવોવેક્સને બુસ્ટર ડોઝમાં સામેલ કરાશે
- આ માટે સરકારી સમિતિએ માર્કેટમાં ઉપલબ્ધ કરવા કરી ભલામણ
દિલ્હીઃ- દેશભરમાં જ્યારથી કોરોના મહામારી શરુ થઈ ત્યારથી કોરોના વિરોધી રસીએ મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યાર બાદ બુસ્ટર ડોઝ પણ શરુ કરવામાં અવોય હતો જેમાં અનેક રસીને સ્થાન મળ્યું ત્યારે હવે બુસ્ટર જોઢમાં કોવાવેક્સ પણ સામેલ થવાની તૈયારીમાં છે
આ બાબતને લઈને વિતેલા દિવસને ગુરુવારના રોજ માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારી અને નિયમનકારી બાબતો ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે તાજેતરમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને કેટલાક દેશોમાં કોવિડ-19 રોગચાળાના વધતા કેસોને લઈને પત્ર લખ્યો હતો. આને ધ્યાનમાં રાખીને, 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝના રૂપમાં કોવેક્સ રસી માટે મંજૂરીની માંગ કરવામાં આવી હતી.

