1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી
ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી

ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી

0
Social Share

અમદાવાદઃ દેશના પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, રાષ્ટ્રની તમામ વર્ગોની પ્રજાનું સશક્તીકરણ કરવાના ઉદ્દેશ સાથેનું આ વાર્ષિક બજેટ છે. જેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ પણ સમાવિષ્ટ છે. નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી આર્થિક નીતિઓનું પ્રતિબિંબ પણ બજેટમાં દેખાય છે. વૈશ્વિક મહામારી કોવીડ સામે સુરક્ષાચક્ર પૂરું પાડે તેવી કોવીડ વેક્સીન દેશના 102 કરોડ લોકોને વિનામૂલ્યે આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ખેડા જિલ્લામાં કૂલ 42.71 લાખ લોકોને આ રસી આપવામાં આવી છે,

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની 81 કરોડ જનતાને વિનામૂલ્યે અનાજની યોજના પણ અમલમાં છે. ખેડા જિલ્લામાં કૂલ 2.73 લાખ કાર્ડધારકો એટલે કે 15 લાખ જેટલા લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં PMAY યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 13323 મકાનોની મંજૂરી મળેલી છે, જે પૈકી 11833 મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે, 1490 મકાનોના કામ પ્રગતિ હેઠળ છે. તેના માટે 142 કરોડનો ખર્ચ થયેલ છે. જિલ્લામાં રૂ.51.50 કરોડ ના ખર્ચે 130 કિ.મી.ના રસ્તાની કામગીરી થઇ છે.

ખેડા જિલ્લામાં 3.06 લાખ ખેડૂત કુટુંબોને PM-કિસાન સમ્માન યોજના હેઠળ આવરી લેવાયા છેજેમને અત્યાર સુધી 734 કરોડની રકમ ચૂકવાઈ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખેડા જિલ્લામાં કૂલ 73 હજાર ખાતા ખોલવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ ખેડા જિલ્લા માં 1.76 લાખ કનેક્શન આપવામાં આવ્યા છે. 5G સેવાનો પ્રારંભ દેશના મુખ્ય શહેરોમાં શરૂ થયો છે, આગામી સમયમાં દેશમાં 6G નેટવર્ક માટે કામગીરી શરુ થઇ છે. ખેડા જિલ્લામાં જ ગત વર્ષે 700 જેટલા EV(ઈલેક્ટ્રીકલ વેહિકલ)નું રજીસ્ટ્રેશન થયું છે. ખેડા જિલ્લામાં હાલમાં સોલાર રૂફ ટોપના કૂલ 8384 કનેક્શન છે અને સોલાર વીજ ઉત્પાદન માટે વર્ષ 2022માં 2.89 કરોડની રકમ ગ્રાહકોના ખાતામાં જમા થઇ છે.

ખેડા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરીમાં 1.98 લાખ કુટુંબોને 5.43 લાખ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. તે પૈકી 5816 લાભાર્થી દર્દીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં રૂ.17 કરોડનો ખર્ચ થયેલ છે. આ બજેટમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ,પશુપાલન, ગ્રામીણ વિકાસ, યુવા કૌશલ્ય, ટેકનોલોજી, બચત ખાતા, શિક્ષણ, ટેક્ષમાં રાહત સહીત સર્વ સમાવેશક નીતિનો અમલ આ બજેટમાં કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code