Homerevoinewsગ્રાહકો સાથે જીવલેણ છેતરપિંડીનો પર્દાફાશ, જુઓ વીડિયો

ગ્રાહકો સાથે જીવલેણ છેતરપિંડીનો પર્દાફાશ, જુઓ વીડિયો

નવી દિલ્હી, 3 માર્ચ, 2026 – Deadly fraud with customers exposed ઉત્પાદકો અને વિક્રેતાઓ ઉપર વિશ્વાસ રાખતા ગ્રાહકો સાથે જીવલેણ છેતરપિંડીના પેંતરા થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવા મોટાભાગના કિસ્સામાં શક્ય છે કે, ઉત્પાદકો તેમજ વિક્રેતાને પણ જાણ ન હોય એવી રીતે એક ગેંગ કામ કરી રહી છે.

નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરો નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ આજે ત્રીજી માર્ચે એક વીડિયો જારી કરીને આવી ગંભીર બાબતે સરકારનું ધ્યાન દોર્યું છે.

NCIB દ્વારા તેના X હેન્ડલ ઉપર આ વીડિયો મૂકીને સૌને ચેતવણી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ કૌભાંડ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જૂના અને મુદત વીતી ગયેલી (એક્સપાયર થઈ ગયેલી) સામગ્રીને સસ્તામાં ખરીદી લઈને તેની એક્સપાયરી ડેટમાં ફેરફાર કરીને તેને નવું બતાવીને બજારમાં વેચવામાં આવી રહી છે.

ગ્રાહકો સાથે છેતરપિંડી છે એટલું જ નહીં પરંતુ તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખેલ થઈ રહ્યો છે.

આટલા નિવેદન સાથે આ સ્વૈચ્છિક સંસ્થાએ ભારત સરકારની ફૂડ સલામતી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી તેમજ જાગો ગ્રાહક જાગોને પણ ટૅગ કરી છે.

જુઓ વીડિયો

અહીં ખાસ નોંધવું જોઈએ કે, દિલ્હી પોલીસે ત્રણ મહિના પહેલાં ડિસેમ્બર 2025માં આ જીવલેણ છેતરપિંડી પકડી પાડી હતી, જેમાં યુકે, અમેરિકા અને દુબઈથી એક્સપાયર થઈ ગયેલી સામગ્રીની આયાત કરીને તેની તારીખ બદલીને મોટા મોટા સ્ટોરમાં વેચાણ માટે પધરાવી દેવામાં આવતી હતી. દિલ્હી પોલીસે પકડેલો એ જથ્થો 43,000 કિલો હતો. એ જ રીતે કાનપુરમાં પણ દરોડો પાડીને 10,000 કિલો એક્સપાયર થઈ ગયેલો પરંતુ તેમાં નવી તારીખ નાખેલો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો

Most Popular