1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી અને અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો દિલ્હી પોલીસને આવ્યો ફોન, આરોપીની થઈ ઓળખ
પીએમ મોદી અને અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો દિલ્હી પોલીસને આવ્યો ફોન, આરોપીની થઈ ઓળખ

પીએમ મોદી અને અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો દિલ્હી પોલીસને આવ્યો ફોન, આરોપીની થઈ ઓળખ

0
Social Share
  • પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને મળી ધમકી
  • દિલ્હી પોલીસને આવ્યા ઓ બાબતે ફોન

દિલ્હીઃ- કેટલાક અસામાજીક તત્વો દ્રારા દેશના નેતાઓને ધમકી આપવામાં આવતી હોય તેવા મામલાઓ અનેક વખત સામે આવ્યા છએ ત્યારે હવે દેશના લોકલાડીલા નેતા અને વડાપ્રધઆન એવા પીએમ મોદીને તથા દેશના ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

પ્રાપ્ત  વિગત પ્રમાણે આજરોજ બુધવારે દેશની રાજધાની દિલ્હીની પોલીસને એક કોલ આવ્યો હતો આ કોલ પર પીએમ મોદી અને અમિત શાહને મારી નાખવાની ધમનકી આપવામાં આવી હતી, એક નહી પરંતુ દિલ્હીની આઉટર ડિસ્ટ્રિક્ટ પોલીસને આજે  બે પીસીઆર કોલ આવ્યા , જેમાં વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને પણ જાનથી મારી નાખવાની વાત કહી હતી,

પોલીસને બે કોલ આવ્યા જેમાં પહેલા કોલમાં બિહારના સીએમને મારવાની વાત કહેવામાં આવી ત્યાર બાદ બીજા કોલમાં પીએમ મોદી અને અમનિત શાહને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

આ કોલ આવ્યા બાદ ભારે ખળભરાટ મચી જવા પામી હતી અને દિલ્હી પોલીસ કોલ વિશે વિગતવાર માહિતી એકઠી કરવાના પ્રયત્નમાં જોતારઈ હતી.  પોલીસ સ્ટાફ આ ઘટના બાદ આ મમાલે તપાસ હાથ ધરી હતી.આ સાથે જ આ  કોલ જે તે વ્યક્તિએ કર્યો છે તેને  શોધવા માટે એક ટીમ તૈનાત કરી હતી અને તેને પકડી પાડવાના ચક્રોગતિમાન કરાયા હતા.

પોલીસના સફળ પ્રયત્ન બાદ દિલ્હી પોલીસે જણાવ્યું કે ધમકી આપનાર યુવકની ઓળખ થઈ ગઈ છે અને તેનું નામ સંજય વર્મા છે. આ વ્યક્તિ દિલ્હીના માદીપુર વિસ્તારનો રહેવાસી છે. પરિવારજનોએ જણાવ્યું કે, સંજય ગત રાતથી દારૂ પીને કશે પડ્યો રહ્યો છે અને તે પોતાના  ઘરે આવ્યો નથી. સાથે જ પોલીસ તેને શોધી રહી છે.

આ મામલે વધુમાં પોલીસનું કહેવું છે કે અમે તેની ટૂંક સમયમાં ધરપકડ કરીશું. જો કે આ પહેલી વારનથી કે દેશના નેતાઓને આ પ્રકારની ધમકી ભર્યા કોલ આવ્યા હોય આ પહેલા પણ પીએમ મોદીના નામના કોલ આવી ચૂક્યા છે તો કેટલાક નેતાઓને પણ અને અભિનેતાઓને પણ જાનથી મારી નાખવાની ધનમકી ભર્યા કોલ આવી ચૂક્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code