1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી કાર્યાલયોમાં ઈ-વાહનનો ઉપયોગ કરનાર દિલ્હી દેશનું પ્રથમ રાજ્ય બનશે
સરકારી કાર્યાલયોમાં ઈ-વાહનનો ઉપયોગ કરનાર દિલ્હી દેશનું પ્રથમ રાજ્ય બનશે

સરકારી કાર્યાલયોમાં ઈ-વાહનનો ઉપયોગ કરનાર દિલ્હી દેશનું પ્રથમ રાજ્ય બનશે

0
Social Share
  • દિલ્હીના સરકારી કર્મીઓ ઈ-વાહનનો કરશે ઉપયોગ
  • આવનારા 6 મહિનામાં તમામ વાહનો ઈ-વાહનમાં રુપાંતર કરાશે
  • વિતેલા દિવસને ગુરુવારના રોજ આદેશ જારી કરાયા
  • આ હેઠળ દિલ્હી ઈ-વાહનનો ઉપયોગ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે

દિલ્હી – દિલ્હી સરકારના તમામ વિભાગો અને સંસ્થાઓ હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરશે.આ આદેશ વિતેલા દિવસને ગુરુવારના રોજ નાણા વિભાગ તરફથી જારી કરવામાં આવ્યો છે, લીઝ હેઠળ ચલાવવામાં આવતા પેટ્રોલ, ડીઝલ અને ગેસ વાળા હાલના તમામ વાહનોને આવનારા છ મહિનાના સમયગાળાની અંદર ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરબદલ કરાશે. હાલમાં દિલ્હી સરકારી કાર્યાલયોમાં લગભગ 2 હજાર વાહનો જોવા મળે છે.

નાયબ મુખ્ય મત્રી મનીષ સિસોદીયાએ આ બાબતે જમઆવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સપનું છે કે દિલ્હીને ઇલેક્ટ્રિક વાહનની રાજધાની બનાવવી , જે હવે પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ હેઠળ દિલ્હી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એવું પહેલું રાજ્ય બનશે, જ્યાં તમામ સરકારી વિભાગોને ફક્ત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે આ પગલું પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા માટે લવીધું છે, આ સાથે જ હવામાન પરિવર્તન અને પર્યાવરણને લગતા પડકારોને ધ્યાનમાં રાખીને આ ખઆસ નિર્ણય લેવામાં આવ્યો છે.

સિસોદિયાએ વધુમાં કહ્યું, નાણાં વિભાગ દ્વારા સ્વીચ દિલ્હી અભિયાનના ત્રીજા અઠવાડિયામાં આ સંદર્ભે આદેશો જારી કરતાં ઇલેક્ટ્રિક વાહનોને ખૂબ પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે, ઈ-વાહનોની ખરીદી ભાડે અથવા લીઝ પર લેવા માટે જેમ પોર્ટલ અથવા કેન્દ્ર સરકારના ઊર્જા વિભાગ હેઠ કરવામાં આવશે. પ્રથમ વખત વાહનોની ખરીદી માટે નાણાં વિભાગની પરવાનગી ફરજિયાત છે. જો કે, હાલના કરારના વિસ્તરણ માટે આ પરવાનગીની નથી..

દિલ્હી સરકારના તમામ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને સબસિડીવાળી સંસ્થાઓમાં કાર્યરત તમામ વાહનો દિલ્હીના વાતાવરણમાં પરિવર્તન લાવવા માટે મદદરુપ નિવડશે, આ માટચે પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code