
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા મ્યુનિના પદાધિકારીઓ પણ જોડાયા હતા
તિરંગા યાત્રાના પ્રારંભ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાઓને જીગરનાં ટુકડા કહીને સંબોધન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રાનું આયોજન દરેક જિલ્લાનાં હેડ ક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે. આ યાત્રા યુવાઓમાં ઉત્સાહ ભરવાનું કામ કરે છે. 2047 માં વિકસિત ભારતની રચનાનાં સંકલ્પનું પ્રતિક બને છે. ગુજરાતની એક પણ ઘર ઓફિસ એક પણ વાહન એવું નાં રહે જેના પર તિરંગો નાં હોય. ગુજરાત તિરંગામય બને અને તિરંગાથી દેશભક્તિ વધે તેના માટે આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કર્યું તેના પાછળ ત્રણ લક્ષ્ય હતા. યુવાઓને અને બાળકોને આઝાદીનો ઇતિહાસ જણાવવાનો પ્રયાસ હતો. 75 થી 100 વર્ષની યાત્રા ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવાનો પુરુષાર્થ માટેનો સમય છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. સાંજે 5.20 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, વિરાટનગર ફુવારા સર્કલથી ચાલુ થયેલી 3 કિમી લાંબી તિરંગા યાત્રા નિકોલ ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કિલોમીટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ કિલોમીટર સુધી યાત્રામાં ચાલતા જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું,
અંદાજે બે કિલોમીટર જેટલું તિરંગા યાત્રામાં ચાલીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાડીમાં બેસી રવાના થયા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીઓ તિરંગા યાત્રામાં ચાલતા ચાલતા છેક સુધી જોડાયેલા રહ્યા હતા. તિરંગા યાત્રા દરમિયાન રોડની બંને તરફ ઉભેલા લોકોને યાત્રિકોનું અભિવાદન કર્યું હતું. લોકોએ આર્મીના જવાનો અને પોલીસકર્મી તેમજ ફાયર બ્રિગેડના જવાનો પર ફૂલો વરસાવી તેમનું સન્માન કર્યું હતું.
#Ahmedabad #TirangaYatra #AmitShah #BhupendraPatel #HarshSanghvi #IndependenceDay #TricolorJourney #Patriotism #AzadiKaAmritMahotsav #IndianYouth #GujaratEvents #NationalUnity #TirangaCelebration