1. Home
  2. Agency
  3. News
  4. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસના પ્રસ્તાવ પર ચર્ચાઃ જાણો કોણે શું કહ્યું?
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસના પ્રસ્તાવ પર ચર્ચાઃ જાણો કોણે શું કહ્યું?

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસના પ્રસ્તાવ પર ચર્ચાઃ જાણો કોણે શું કહ્યું?

0
Social Share

નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Congress’s motion against Lok Sabha Speaker સંસદનું બજેટ સત્ર તેના બીજા તબક્કામાં પણ સતત તોફાની બની રહ્યું છે. બુધવારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચા દરમિયાન જબરદસ્ત હોબાળો જારી છે.

વિપક્ષે ફેબ્રુઆરી 2026માં જ આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. વિપક્ષનો આરોપ છે કે ઓમ બિરલાએ લોકસભામાં પક્ષપાતપૂર્ણ રીતે કાર્યવાહી ચલાવી અને અનેક પ્રસંગોએ વિપક્ષી નેતાઓને બોલવાની તક આપી નથી.

સરકારે આ આરોપોને ફગાવી દેતા કહ્યું છે કે બિરલાએ હંમેશા બંધારણીય દાયિત્વોનું પાલન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ઓમ બિરલાએ તમામ પક્ષોને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃ ‘કોંગ્રેસ દેશના નાગરિકોમાં ભય પેદા કરી રહી છે’, મધ્ય પૂર્વમાં સંઘર્ષ પર પીએમ મોદીએ પ્રહાર કર્યા

10 કલાકની ચર્ચા, ત્યારબાદ વોટિંગ

લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર પ્રસ્તાવ પર 10 કલાકની ચર્ચા નિર્ધારિત કરવામાં આવી છે, જેના પછી વોટિંગ થશે. પ્રસ્તાવ પસાર કરાવવા માટે વિપક્ષને સાધારણ બહુમતી (Simple Majority) જોઈએ. જોકે NDA ની સ્પષ્ટ બહુમતી જોતા તેને પસાર કરાવવો વિપક્ષ માટે અત્યંત કઠિન માનવામાં આવી રહ્યો છે.

અનુરાગ ઠાકુરે સદનમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો. તેમણે રાહુલ ગાંધીને ‘લીડર ઓફ પ્રોપેગેન્ડા’ અને ‘FOMO Gandhi’ સુધી કહી દીધા. સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવના વિરોધમાં બોલતા ઠાકુરે ગાંધી પર હેડલાઇન્સમાંથી ‘રહી જવાનો ડર’ હોવાનો અને વારંવાર પાર્લામેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સદન સંપૂર્ણપણે રૂલ બુકથી ચાલશે, નહીં કે કોઈ બહારના ‘જ્યોર્જ સોરોસના ટૂલકિટ’ થી. કેટલાક લોકો જ્યારે સદનની અંદર આવે છે ત્યારે સિવિક સેન્સ, કોન્સ્ટિટ્યુશનલ સેન્સ અને કોમન સેન્સ બહાર જ છોડીને આવે છે. રાહુલ ગાંધીને લાગે છે કે નિયમ તેમના માટે નથી, નિયમ તેમનાથી છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાના બચાવમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે પાર્ટી લાઇનથી અલગ સભ્યોએ પણ તેમના વ્યવહારથી સંતોષ વ્યક્ત કર્યો છે. ઠાકુરે દાવો કર્યો કે સ્પીકર ખૂબ જ નિષ્પક્ષ રહ્યા છે, તેમણે પહેલીવાર ચૂંટાઈને આવેલા સાંસદોને પણ તક આપી છે, જેમને કથિત રીતે તેમની પોતાની પાર્ટીઓએ બોલવા દીધા નહોતા. તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી પોતે સદનમાં હાજર રહેતા નથી અને પોતાની પાર્ટીના સાંસદોને બોલવા દેતા નથી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ, ગરમીમાં વધારો થશે

સંસદમાં ચાલી રહેલા હંગામા વચ્ચે TMC સાંસદ સયાની ઘોષે સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે સરકાર સદનમાં બેરોજગારી, એપ્સટાઈન ફાઇલ્સ, SIR જેવા મુદ્દાઓ પર ચર્ચા થવા દેતી નથી. તો બીજી તરફ ઓમ બિરલાના અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા તેમણે કહ્યું કે તેમને ખેદ છે કે તેઓ પહેલીવાર સાંસદ બન્યા છે પરંતુ તેમને ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવું પડ્યું છે. આ દરમિયાન તેમનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો હતો. તેમણે પોતાનું વક્તવ્ય પૂરું કરતા કહ્યું, ‘તુ લાખ બેવફા હૈ મગર સર ઉઠા કે ચલ, દિલ રો પડેગા તુજકો પશેમાં દેખકર.’

આજે બુધવારે સત્તાપક્ષ તરફથી સૌથી આક્રમક જવાબ ડૉ. નિશિકાંત દુબેએ આપ્યો હતો. નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસની તારીખવાર વિગતો આપવા સાથે એ વિદેશ મુલાકાત દરમિયાન વિરોધ પક્ષના નેતાએ શું શું કહ્યું હતું તેની વિગતો આપી હતી. અને એ દ્વારા વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા.

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા બુધવારે અત્યંત તીખી બની ગઈ, જ્યારે રાહુલ ગાંધીએ સરકાર પર લોકશાહીને દબાવવાનો આરોપ લગાવતા કહ્યું કે આ ચર્ચા માત્ર સ્પીકર પર નથી, પરંતુ લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર છે.

આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું, ‘અનેક પ્રસંગોએ મારું નામ લેવામાં આવ્યું, પરંતુ અમને સતત બોલતા અટકાવવામાં આવ્યા. ગત વખતે મેં વડાપ્રધાનના ‘કોમ્પ્રોમાઇઝ’ નો મુદ્દો ઉઠાવ્યો, ત્યારબાદ મને બોલવા દેવામાં આવ્યો નહીં. સદન દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવ્યા નથી.’

આ પણ વાંચોઃ આરોગ્ય મંત્રાલયે ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના વિપક્ષી પ્રસ્તાવ પર આજે ઔપચારિક ડિબેટની શરૂ થઈ હતી. ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે ચર્ચાની શરૂઆત કરતા કહ્યું કે આઝાદીના આટલા વર્ષોમાં આ માત્ર બીજી વાર છે જ્યારે સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. તેમના મતે, સ્પીકરના પદ અને અવિશ્વાસ પ્રસ્તાવને ‘ટૂલ’ બનાવવું જોઈએ નહીં, કારણ કે સ્પીકર હાઉસ પ્રત્યે જવાબદાર છે અને તેમની ગરિમા સર્વોપરી છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે X પર લખ્યું – ગઈકાલે લોકસભામાં અધ્યક્ષને હટાવવાના પ્રસ્તાવ પર થયેલી ચર્ચામાં સંસદીય કાર્ય મંત્રીએ ગર્વથી દાવો કર્યો કે ચર્ચા માટે 10 કલાક ફાળવવામાં આવ્યા છે, જ્યારે ડિસેમ્બર 1954 માં આ જ પ્રકારના પ્રસ્તાવ માટે માત્ર 2.5 કલાક જ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. તેઓ એ જણાવવાનું ભૂલી ગયા કે –
1. 18 ડિસેમ્બર 1954 ના રોજ સ્વયં વડાપ્રધાન ચર્ચામાં ઉપસ્થિત હતા અને તેમણે ચર્ચામાં ભાગ લીધો હતો.
2. 18 ડિસેમ્બર 1954 ના રોજ બોલતા જવાહરલાલ નેહરુએ સદનની અધ્યક્ષતા કરી રહેલા ઉપસભાપતિને વિનંતી કરી હતી કે મોટાભાગનો સમય વિપક્ષને ફાળવવામાં આવે.
3. જ્યારે 18 ડિસેમ્બર 1954 ના રોજ લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે 489 સાંસદો વાળા સદનમાં કોંગ્રેસના 364 સાંસદ હતા.
4. 18 ડિસેમ્બર 1954 ના રોજ (અને પાછળથી 1966 અને 1987 માં પણ) લોકસભામાં અધ્યક્ષ વિરુદ્ધ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઉપાધ્યક્ષ અધ્યક્ષની ખુરશી પર ઉપસ્થિત હતા. વર્ષ 2019 ના મધ્યથી લોકસભામાં કોઈ ઉપાધ્યક્ષ નથી, જે બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code