Homeગુજરાતીઆસામમાં સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 2.8 રહી

આસામમાં સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 2.8 રહી

  • આસામમાં ભૂકંપના આંચકા
  • 2.8ની નોંધાઈ તીવ્રતા
  • લોકોમાં ભયનો માહોલ

ગુવાહાટી: આસામમાં આજે સવારે 6.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા 2.8 નોંધાઈ છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

આસામમાં થોડા દિવસ પહેલા પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ઉલ્લેખનીય વાત એ છે કે આસામમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ અનુભવાય છે, તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ બનેલો રહે છે.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

સંબંધિત લેખો

Most Popular