HomeગુજરાતીVIRAL VIDEO: સળી કરતા ગેંડાનો પિત્તો ગયો, કારને ફૂટબોલની જેમ દૂર સુધી...

VIRAL VIDEO: સળી કરતા ગેંડાનો પિત્તો ગયો, કારને ફૂટબોલની જેમ દૂર સુધી ફંગોળી, જુઓ વીડિયો

  • ગેંડાની સળી કરવી ભારે પડી
  • ગેંડાનો પિત્તો ગયો અને પછી કારની હાલત બગાડી નાંખી
  • ગેંડાએ રોષે ભરાઇને કારને દૂર સુધી ફંગોળી

નવી દિલ્હી: મોટા ભાગના જંગલી જાનવરોને પણ પોતાની ગોપનીયતા હોય છે અને અંગત જીવન પણ હોય છે. પરંતુ, જો કોઇ તેમાં સળી કરે કે દખલગીરી કરવાની કોશિશ કરે તો જંગલી જાનવરો પણ તેનું રોદ્ર સ્વરૂપ દેખાડીને મનુષ્યને બરોબરનો પાઠ ભણાવતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં ટ્રેન્ડિંગ થઇ રહ્યો છે. જેમાં એક નજીકમાં કારને જોઇને ગેંડો ગુસ્સે થઇ જાય છે અને કારને અનેકવાર ફંગોળી દે છે. ગેંડો કારની હાલત બગાડી નાંખે છે.

જુઓ વાયરલ વીડિયો

https://twitter.com/fucking_nature/status/1399309060176896000?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1399309060176896000%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.iamgujarat.com%2Fviral%2Ftrending%2Fangry-rhino-flip-the-car-in-germen-safari-old-video-viral-again%2Farticleshow%2F84890188.cms

સોશિયલ મીડિયા પર હાલમાં આ વીડિયો ખૂબ જ ટ્રેન્ડિંગ છે અને અનેકવાર શેર પણ કરાઇ રહ્યો છે. આ વીડિયો અત્યારસુધીમાં 1.35 લાખ વખત જોવાઇ ચૂક્યો છે. 3200થી વધુ લાઇક અને 700થી વધુ રિટ્વિટ થયા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક ગેંડો વિચરી રહ્યો છે. ગેંડો આરામથી ફરી રહ્યો છે ત્યારે એક કાર તેનો પીછો કરીને તેને સળી કરવા પ્રયાસ કરે છે. જો કે બાદમાં તેની સળી કરાતા ગેંડો ગુસ્સે ભરાઇ જાય છે અને ક્રોધે ભરાઇને કાર ઉપર તૂટી પડે છે અને તેને ફંગોળીને દૂર પહોંચાડી દે છે. કારચાલક ત્યાંથી નાસી છૂટે તે પહેલા જ ગેંડો કાર ઉપર હુમલો કરી નાખે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ગેંડો કારને માથા પર ઉપાડી ફૂટબોલની જેમ ચારે તરફ ફેરવવા લાગે છે. ગેંડો લાંબા સમય સુધી પોતાના માથા પર કારને ઉપાડીને ફરતો રહે છે. ત્યારબાદ તે કારને ધક્કા મારવાનું શરૂ કરી દે છે. ગેંડાની ટક્કરને કારણે કારમાં તોડફોડ થાય છે અને તે કારને ધક્કો મારીને આગળ લઇ આવે છે. અંતે તે પોતાના માથાથી કારને જોરદાર ધક્કો મારીને ગેંડો કારને ઊંધી વાળી દે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular