HomeગુજરાતીVIRAL VIDEO: સંસદમાં ઘૂસી ગયો ઉંદર, ભાગતા સાંસદનો જુઓ આ વીડિયો

VIRAL VIDEO: સંસદમાં ઘૂસી ગયો ઉંદર, ભાગતા સાંસદનો જુઓ આ વીડિયો

  • હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો છે વાયરલ
  • એક ઉંદર સંસદમાં ચાલુ સત્ર દરમિયાન ઘૂસી ગયો
  • સંસદમાં જ ઉંતરે ઉત્પાત મચાવ્યો

નવી દિલ્હી: ઉંદર અને વંદા સાઇઝમાં નાના હોવા છતાં ભલભલા લોકોના તેને જોઇને છક્કા છૂટી જતા હોય છે અને લોકો ડરથી નાસભાગ મચાવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક નાના ઉંદરને કારણે નાસભાગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સ્પેનની એક સંસદમાં જ્યાં કોઇ કડક સુરક્ષા વચ્ચે ઘૂસી નથી શકતું ત્યાં એક ઉંરત બિન્દાસ થઇને ઘૂસી ગયો.

સ્પેનના અંડાલૂસિયાની સંસદના આ વીડિયોમાં જોઇ શકાય છે કે અહીંયા એક ચાલુ સત્ર દરમિયાન એક ઉંદરે ખલેલ પાડી અને તેને જોઇને તમામ સાંસદો ડરી ગયા. એક સાંસદ દ્વારા લોકોને શાંત રહેવાની અપીલ કરવા છતાં કેટલાક સભ્યો ચીસ પાડીને દોડભાગ કરતા જોવા મળ્યા.

નોંધનીય છે કે, સોશિયલ મીડિયામાં રોજ આવા અલગ અલગ રસપ્રદ વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો આપણને હસાવે છે તો કેટલાક ભાવુક હોય છે જે આંખમાંથી આસુ પણ લાવી દેતા હોય છે. આ વીડિયોને હાલમાં તો લોકો અલગ અલગ પ્લેટફોર્મ્સ પર શેર કરી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular