Homeગુજરાતીવિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી,ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી,ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

  • વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી
  • જયશંકરે ઋષિ સુનકને આપી આ ખાસ ભેટ
  • બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ જયશંકરે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી.વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની પત્ની ક્યોકો જયશંકર દિવાળી પર બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.આ દરમિયાન સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પણ હાજર હતી.

એસ જયશંકરની મુલાકાત બાદ ખબર પડી કે બ્રિટિશ પીએમ ઋષિ સુનક પણ ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના ફેન છે. એવું માનવામાં આવે છે કે તે ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલીને ઘણો પસંદ કરે છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે વિરાટ કોહલીનું બેટ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું, જેના પર ક્રિકેટરની સહી પણ હતી. આ સાથે ડો. જયશંકરે કથિત રીતે ઋષિ સુનકને ભગવાન ગણેશની મૂર્તિ પણ આપી હતી.

વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર સુનક સાથેની તસવીરો શેર કરી હતી. જયશંકરે એમ પણ કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શુભેચ્છા સંદેશ પહોંચાડવાનું કામ પણ કર્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને યુકે સમકાલીન સમય માટે સંબંધોની પુનઃકલ્પના કરવામાં સક્રિયપણે વ્યસ્ત છે. તેમણે સુનક અને અક્ષતા મૂર્તિના ઉષ્માભર્યા સ્વાગત અને અદ્ભુત આતિથ્ય માટે આભાર પણ માન્યો.

 

સંબંધિત લેખો

Most Popular