1. Home
  2. ગુજરાતી
  3. મશહૂર સિંગર બપ્પી લહેરી કોરોના પોઝિટિવ – મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા
મશહૂર સિંગર બપ્પી લહેરી કોરોના પોઝિટિવ – મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

મશહૂર સિંગર બપ્પી લહેરી કોરોના પોઝિટિવ – મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

0
Social Share
  • મશહૂર સિંગર બપ્પી લહેરીને થયો કોરોના
  • મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના ખૂબજ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે, કોરોનાની ઝપેટમાં અત્યાર સુધી અનેક સ્ટાર્ટ અને સેલિબ્રિટીઓ આવી ચૂક્યા છે,ત્યારે હવે મશહૂર સિંગર એવા બપ્પી લહેરીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓને હાલ મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.આ સમગ્ર મામલે બપ્પી લહેરીના પ્રવક્તાએ માહિતી આપી હતી.

આ બાબતે સંગીતકારના પ્રવક્તાએ જણાવ્યું કે, બપ્પી લહેરીએ અનેક સાવચેતી દાખવી હોવા છતાં કવિડ -19નું સંક્રમણ લાગ્યું છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારી અને વિશ્વસનીય સંભાળ લઈ રહ્યા છે. બપ્પી દાના પરિવારજનોએ તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી અને પોતાની કોરોનાની તપાસ કરાવવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાએ અનેક બોલિવૂડ સ્ટાર્સના જીવ પણ લીધા છે તો કેટલાક સિતારાઓ કોરોના સંક્રમિત પણ બન્યા છએ તાજેતરમાં જ રણબીર કપૂરે કોરોનાને માત આપી હતી.

સાહિન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code