1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધીનો જન્મદિવસ,જાણો તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધીનો જન્મદિવસ,જાણો તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધીનો જન્મદિવસ,જાણો તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

0
Social Share
  • અભિનેતા પ્રતીક ગાંધીનો આજે જન્મદિવસ
  • સ્કેમ 1992 વેબ સિરીઝથી બદલાઈ કિસ્મત
  • તે ઘણા ટીવી શોમાં પણ જોવા મળ્યો

મુંબઈ:ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધી 29 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવે છે.ગુજરાતમાં વર્ષ 1980માં જન્મેલા પ્રતીકે એન્જિનિયરિંગ કર્યું અને અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરી.જો કે, તેના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું,કારણ કે તેને અભિનયનો શોખ હતો.તો ચાલો જાણીએ તેમના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રતીક ગાંધીએ જણાવ્યું હતું કે,જ્યારે તેઓ ચોથા ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું,તે માત્ર 5 મિનિટનું પરફોર્મન્સ હતું અને ત્યારથી તેમણે અભિનય કરવાનું મન બનાવી લીધું.પ્રતીક મિડલ ક્લાસ ફેમેલીમાંથી આવે છે એટલે તેના પિતા તેને સપોર્ટ આપતા હતા પણ સાથે સાથે તે સેટલ થાય તેવું ઇચ્છતા હતા, તેથી તેણે કહ્યું કે,પહેલા ડિગ્રી લઇ લે. ત્યારબાદ પ્રતીક ગાંધીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

પ્રતીક ગાંધીએ થિયેટર અભિનેતા તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.તેમણે સ્ટેજ પર ઘણા નાટકો કર્યા. તેણે ભલે આજે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે, પરંતુ તે કહે છે કે તેનો પહેલો પ્રેમ થિયેટર છે.પ્રતીક ગાંધીએ ગુજરાતી નાટક ‘આ પાર કે પેલે પાર’થી અભિનયની દુનિયામાં ઓળખ મેળવી હતી.તે પછી તે ઘણા ટીવી શોમાં જોવા મળ્યો.

પ્રતીક ગાંધી મુખ્યત્વે થિયેટર કલાકાર અને ગુજરાતી સિનેમાનો એક ભાગ હતો પરંતુ સોની લિવની વેબ સિરીઝ (1992 સ્કેમ) સાથે તેમનું નસીબ બદલાઈ ગયું.ત્યારથી તે ઘરે ઘરે જવા લાગ્યો.આ સિરીઝમાં પ્રતીક ગાંધીના અભિનયની સૌએ પ્રશંસા કરી હતી.આ પછી તેણે રાવણ લીલા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને આજે તે લીડ એક્ટર તરીકે ઓળખાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રતીક ગાંધી ફિલ્મ ‘ફૂલે’માં જોવા મળવાના છે.આ ફિલ્મમાં પ્રતીક ગાંધી સાથે અભિનેત્રી પત્રલેખા પણ જોવા મળશે. પ્રતીક ફિલ્મમાં ‘જ્યોતિબા ફૂલે’ના રોલમાં જોવા મળશે, જ્યારે પત્રલેખા ‘સાવિત્રી ફૂલે’ના રોલમાં જોવા મળશે.આ ઉપરાંત પ્રતીક ગાંધી પાસે વિદ્યા બાલન અને ઇલિયાના ડીક્રુઝ સાથે પણ એક પ્રોજેક્ટ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code