1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે અકસ્માતોના બનાવોમાં ચારના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે અકસ્માતોના બનાવોમાં ચારના મોત

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે અકસ્માતોના બનાવોમાં ચારના મોત

0
Social Share

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાયલા પાસે વધુ બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં સાયલાના ગોસળ ગામ પાસે ઈકો કાર રોડ પર પડેલા મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના સ્થળ પર મોટ નિપજ્યા હતા. જ્યારે  5થી વધુ વ્યકિતઓને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે બીજો અકસ્માતનો બનાવ સાયલા-ચોટીલા હાઇવેના ડોળીયા બાઉન્ડ્રી પાસે કારે ટક્કર મારતા બે યુવાનોના મોત થયા છે. આમ બે અકસ્માતોના બનાવો ચારના મોત નિપજ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલાના ગોસળ ગામ પાસે  પૂર ઝડપે આવી રહેલી ઈકો કાર રોડ પર પડેલા મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં કાકા-ભત્રીજાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચથી વધુ વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીથી છાસિયા જતા પ્રજાપતિ સમાજને આ અકસ્માત નડ્યો હતો. લીંબડી ગામના રહેવાસી એક વ્યક્તિની હાલત ગંભીર હતી. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. જ્યારે અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતની મૃતકના પરિવારજનો જાણ થતા તેઓ તાકીદે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જેમાં ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થ 108 એમ્બ્યુલન્સ મારફતે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં ઈજાગ્રસ્તોને વધુ ઇજા જણાતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે લીંબડી રાજકોટ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં કાકા ભત્રીજાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતનો બીજો બનાવ ડોળીયા બાઉન્ડ્રી પાસે બન્યો હતો, જેમાં ફુલ સ્પીડમાં આવતી કારે બે યુવકોને અડફેટમાં લીધા હતા અને જેના કારણે બંને યુવકોના સ્થળ પર જ મોત થયા હતા . જે પછી બંને યુવાનોની લાશોને સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આમ 24 કલાકમાં હાઇવે પર ચાર જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code