Homeગુજરાતી‘The Family Man-2’ વેબસીરીઝની રાહ જોતા દર્શકો માટે સારા સમાચાર, આગામી મહિનામાં...

‘The Family Man-2’ વેબસીરીઝની રાહ જોતા દર્શકો માટે સારા સમાચાર, આગામી મહિનામાં થઈ શકે છે રિલીઝ

  • વેબસીરીઝ ‘The Family Man-2’ થશે જલ્દી રિલીઝ
  • આગામી મહિનામાં થઈ શકે છે રિલીઝ
  • દર્શકોને ખુબ પસંદ આવી હતી પહેલી સિઝન

મુંબઈ: મનોજ બાજપાઈની આવેલી ‘The Family Man સીરીઝને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ‘The Family Man-2’ સિરીઝ આવશે તેવા સમાચાર પણ આવ્યા હતા. આખરે હવે તેનો રિલીઝીંગનો આગામી મહિનો પણ હોઈ શકે છે.

મનોજ બાજપાઈ  સ્ટારર વેબસીરીઝ ‘The Family Man’ની બીજી સીઝનને હવે મે મહિનામાં રિલીઝ કરવામાં આવી શકે છે. જો કે હજી સુધી આ સિરીઝનું ટ્રેલર અને ટીઝર પણ રિલીઝ નથી કરાયું. પરંતુ  સિરીઝની કેટલીક નાની કલીપ જરૂર સામે આવી હતી. ત્યારે ફેન્સ હવે તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.

મીડિયાને અહેવાલો મુજબ સૈફઅલી ખાનની વેબસીરીઝ તાંડવ વિવાદમાં ઘેરાયા બાદ ‘The Family Man 2’ના મેકર્સે તેની રિલીઝ અટકાવી દીધી હતી. જો આવું ન થયું હોત તો સિરીઝ ફેબ્રુઆરી મહિનામાં જ રિલીઝ થઇ જાત. જોકે, તે વખતે સિરીઝનું ક્લાઈમેક્સ શૂટ થવાનું બાકી હતું. પરંતુ હવે શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને જાણવા મળ્યું છે કે,  હવે મેકર્સ તેને રિલીઝ કરી શકે છે. જેથી મેકર્સ તેને એપ્રિલના અંતમાં કે મેની શરૂઆતમાં રિલીઝ કરી શકે.

નોંધનીય છે કે, આ સિરીઝની પહેલી સીઝન 20 સપ્ટેમ્બર, 2019ના રોજ આવી હતી. જેમાં મનોજ બાજપાઈ લીડ રોલમાં હતા, જેઓ દેશની સિક્રેટ એજન્સીમાં કામ કરતા હતા. હવે બીજી સીઝન માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ રિલીઝ ડેટ અંગે મેકર્સે કોઈ જાહેરાત કરી નથી.

દેવાંશી

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img