1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં
ગુજરાતમાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં

ગુજરાતમાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં

0
Social Share

ગાંધીનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તે માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું જગજાહેર છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્‍ય નશીલા દ્રવ્‍યો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં હતો. જ્યારે ચાર હજારથી વધુ આરોપીઓની ધરપકડ કરવાની હજી બાકી છે.

ગુજરાત વિધાનસભામાં આજે તારાંકિંત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્યોના લેખિત પ્રશ્નોના જવાબમાં સરકારે લેખિતમાં પ્રત્યુતર આપ્યો હતો કે,ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 215.62 કરોડ રૂપિયાની કિંમતની 1.6 કરો વિદેશી દારૂની બોટલ, 4.33 કરોડ રૂપિયાની 19.34 લાખ લીટર દેશી દારૂ, 16.2 કરોડ રૂપિયાની કિંમતની 12.20 લાખ બિયરની બોટલ અને 370.25 કરોડ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્‍ય ડ્રગ્‍સ પકડાયું હતું બે વર્ષમાં 606.41 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્‍ય નશીલા દ્રવ્‍યો પકડવામાં આવ્‍યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કરછ, છોટાઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર છે. ગૃહપ્રધાનના વિસ્તાર એવા સુરતમાંથી બે વર્ષમાં 93 લાખથી વધુની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ઇન્ડિયન પીનલ કોડ (IPC) હેઠળના ક્રાઇમની સંખ્યા 2017માં 1.29 લાખ હતી, એ 2020માં વધીને 3.82 લાખ થઈ ગઈ છે, એટલે કે IPC ક્રાઇમની સંખ્યામાં 196%નો વધારો થયો છે. એવી જ રીતે સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ (SLL) હેઠળના ગુનાની સંખ્યા આ સમયગાળામાં 2 લાખથી વધીને 3.18 લાખ થઈ ગઈ છે. SLL ગુનાની સંખ્યામાં 59%નો વધારો થયો છે.

સરકાર પોલીસ અને ગૃહ વિભાગ પર હજારો કરોડોનો ખર્ચ કરે છે. આમ છતાં ઇન્ડિયન પોલીસ ફેડરેશનના સ્માર્ટ પોલિસિંગ ઇન્ડેક્સ 2021 મુજબ, દેશના પોલીસ રેન્કિંગમાં ટોપ-5માં ગુજરાત પોલીસ આવતી નથી. આ ગુજરાત પોલીસનું રેન્કિંગ 7મા ક્રમે છે. દેશમાં ટોપ પર આંધ્રપ્રદેશ છે. આસામ, મિઝોરમ, સિક્કિમ કેરળ જેવાં નાનાં રાજ્યોની પોલીસ પણ ગુજરાત કરતાં રેન્કિંગમાં આગળ છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code