- H3N2 વાયરસનો દેશભરમાં કહેર
- રાજધાની દિલ્હીમાં ગાઈડલાઈન રજૂ કરાઈ
દિલ્હીઃ- દેશભરમાં H3N2 વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યો છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં આ વાયરસને જોતા ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે H3N2 વાયરસને લઈને એડવાઈઝરી જારી કરી છે.
દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે આજરોજ શુક્રવારે જણાવ્યું હતું કે શહેરની સરકારે અધિકારીઓને રાષ્ટ્રીય રાજધાનીમાં ‘ઈન્ફલ્યુએન્ઝા’ વાયરસના કેસ શોધવા માટે ઝડપી પરીક્ષણો હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
દિલ્હીના આરોગ્ય મંત્રીએ કહ્યું કે કેન્દ્રએ છ રાજ્યોને કોવિડ એડવાઈઝરી જારી કરી છે, તેમાં દિલ્હીનો સમાવેશ નથી. જો કે, અમે ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવાને રોકવા માટે સલાહ આપી રહ્યા છીએ.
આ સહીત ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સામાન્ય રીતે માર્ચના અંત સુધીમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ઓછા થઈ જાય છે, પરંતુ આ વખતે દેશના ઘણા ભાગોમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે.આ સાથે જ જણાવ્યું કે ગંભીર અસ્થમા અથવા કોવિડ-19 ધરાવતા લોકો ઈન્ફલ્યુએન્ઝા માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. પાંચ વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે.”