1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસમાં 600થી વધારે નેતાઓ ટિકીટની માંગણી કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસમાં 600થી વધારે નેતાઓ ટિકીટની માંગણી કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસમાં 600થી વધારે નેતાઓ ટિકીટની માંગણી કરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યાં છે. ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેથી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામશે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની શરૂઆત કરી છે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો છે. કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે અનેક ઉમેદવારોના બાયોડેટા મળ્‍યા હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસમાં 600થી વધુ નેતા-કાર્યકરોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. ચૂંટણી લડવા ઇચ્‍છુક માટે બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે. વરસાદના કારણે બાયોડેટા આપવાની મુદતમાં પણ વધારો કરાયો છે. હાલના ધારાસભ્‍યોની બેઠક પર મર્યાદિત બાયોડેટા મળ્‍યા છે. આગામી ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને લઇ થોડાક દિવસો અગાઉ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્‍ક્રીનીંગ કમીટીની બેઠક યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટેના માપદંડ સહિતના જુદા-જુદા સૂચનો માટે પ્રદેશ સ્‍ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્‍ક્રીનીંગ કમીટીના 42 સભ્‍યોએ ઉમેદવાર પસંદગી માટેના 130 જેટલા સકારાત્‍મક સૂચનો કર્યા હતા. જેમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ 12સપ્‍ટેમ્‍બર સુધીમાં જીલ્લા કાર્યાલય ખાતે પોતાના બાયોડેટા મોકલી આપવાના તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ વરસાદના કારણે ચૂંટણી લડવા ઇચ્‍છુક લોકોના બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code