Homeગુજરાતીરિતિક રોશન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ 'ફાઇટર'નું ટીઝર...

રિતિક રોશન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘ફાઇટર’નું ટીઝર રિલીઝ

મુંબઈ – બૉલીવુડ અભિનેતા રિતિક રોશન અને અભિનેત્રી દિપીકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઇટર નું આજરોજ શિકરવારે ટીઝર રીલીઝ  કરવામાં આવ્યું છે દર્શકો આ એક્શન ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મના રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરનો લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પછી આજે ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

એક્શનથી ભરપૂર આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. પરંતુ આજે મેકર્સે દર્શકોનો ઉત્સાહ વધારતા ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે.ફિલ્મના આ થોડી મિનિટોના ટીઝરએ સાબિત કરી દીધું છે કે દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવશે.

ટીઝરમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ આકાશની ઊંચાઈને સ્પર્શતા જોવા મળે છે. ટીઝરમાં કલાકારોના લુકએ દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. રિતિક , દીપિકા અને અનિલ ત્રણેયનો લૂક ખૂબ જ મજબૂત અને આકર્ષક છે.

ફાઈટરનું ટીઝર એક્શન, ડ્રામા અને રોમાન્સથી ભરપૂર છે. ટીઝરમાં રિતિક  પ્લેનમાંથી ભારતીય ત્રિરંગો  લહેરાવતો જોવા મળે છે.  તે જ સમયે, રિતિક રોશન અને દીપિકા પાદુકોણ વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

આ એક્શન ફિલ્મમાં બંને પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. બંને કલાકારો બોલિવૂડના સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી સ્ટાર્સમાંના એક છે અને તેમના ચાહકો તેમને મોટા પડદા પર એકસાથે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular