1. Home
  2. ગુજરાતી
  3. IGI એરપોર્ટ પર ભીડ નિવારણ માટે સીસીટીવી અને કમાન્ડ સેન્ટર દ્વારા દેખરેખ રખાશે
IGI એરપોર્ટ પર ભીડ નિવારણ માટે સીસીટીવી અને કમાન્ડ સેન્ટર દ્વારા દેખરેખ રખાશે

IGI એરપોર્ટ પર ભીડ નિવારણ માટે સીસીટીવી અને કમાન્ડ સેન્ટર દ્વારા દેખરેખ રખાશે

0
Social Share

નવી દિલ્હીઃ આઈજીઆઈ (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ) એરપોર્ટ ઉપર ટ્રાફિકના નિરાકરણ માટે એરપોર્ટ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારે એરલાઈન્સને તમામ ચેક-ઈન/બેગેજ ડ્રોપ કાઉન્ટર્સ પર પૂરતા પ્રમાણમાં માનવબળ તૈનાત કરવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી જનરલ ડો.વી.કે.સિંહએ જણાવ્યું હતું કે, એરલાઈન્સે પ્રવેશ/સુરક્ષા દ્વાર પર મુસાફરોના સરળ પ્રવાહમાં મદદ કરવા માટે જારી કરાયેલી ટિકિટ પર બારકોડનું સંપૂર્ણ પાલન કરવાની સલાહ આપી છે. હવાઈ પ્રવાસીઓને ડિજીયાત્રાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે ચહેરાની ઓળખ ટેકનોલોજી પર આધારિત બાયોમેટ્રિક સક્ષમ સીમલેસ મુસાફરીનો અનુભવ છે. એરલાઈન્સને તમામ ચેક-ઈન/બેગેજ ડ્રોપ કાઉન્ટર્સ પર પૂરતા પ્રમાણમાં માનવબળ તૈનાત કરવાની સલાહ આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓપરેટરે T3 પર પીક અવર દરમિયાન ફ્લાઇટ્સ ઘટાડવા અથવા તેને અન્ય બે ટર્મિનલ પર શિફ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. ભીડ વ્યવસ્થાપન માટે કાઉન્ટ મીટરનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ સીસીટીવી અને કમાન્ડ સેન્ટર દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

IGI એરપોર્ટ પર ભીડ નિવારણ અંગે તેમણે કહ્યું હતું કે, વાહનોની ભીડને ટાળવા માટે પ્રસ્થાન ફોરકોર્ટ પર વધારાના ટ્રાફિક માર્શલની નિમણૂક કરવામાં આવી છે. મુસાફરોને અગાઉથી માર્ગદર્શન આપવા માટે નાકા પોઈન્ટ પર એન્ટ્રી ગેટ નંબર સાથે ઓછામાં ઓછી રાહ જોવાનો સમય દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું છે. તમામ પ્રસ્થાન પ્રવેશ દ્વારો પર સ્થાપિત ડિસ્પ્લે બોર્ડ પ્રતીક્ષા સમય સંબંધિત વાસ્તવિક સમયનો ડેટા પ્રદાન કરે છે. આ અંગેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવી રહી છે

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મુસાફરો માટે એર ટિકિટ/બોર્ડિંગ પાસ અને ઓળખના પુરાવા સાથે તૈયાર રહેવા માટે પ્રવેશ દ્વાર પર જાગૃતિ પોસ્ટર. મુસાફરોની મદદ માટે પ્રવેશ દ્વાર પર સમર્પિત સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુસાફરોના પ્રવેશ માટે બે વધારાના પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યા છે. CISF દ્વારા વધારાના માનવબળની તૈનાતી કરવામાં આવી છે. સામાનની તપાસ માટે વધારાના એક્સ-રે મશીનોની જમાવટ કરાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code