Site icon Revoi.in

ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્રથી વિકાસની હરણફાળ ભરી રહ્યો છેઃ PM મોદી

Social Share

સુરત, 5 જુન, 2026 :  આજે વિશ્વ પર્યાવરણ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાતે આવ્યા હતા. અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટે રૂપિયા 18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આપણો સંકલ્પ વિકસિત ગુજરાત વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે. હાલની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપને એટલું સમર્થન આપ્યુ કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. મારો રેકોર્ડ પણ તૂટી ગયો છે. આવું બહું ઓછું જોવા મળે છે. કોઈ પક્ષને આટલા લાંબા સમય સુધી સેવા કરવાનો મોકો મળે છે. ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ગુજરાતના પાટણના ચારણકા ગામમાં ભારતનું પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવ્યું હતું. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ પહોંચી ગયા છે. ત્યાં વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

વડાપ્રધાન મોદીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સુરત એ શહેર નહીં સ્પિરિટ છે. સુરત સતત સફાઈ અભિયાનને પ્રાથમિકતા આપી રહ્યું છે. તમામ ભાજપના જનપ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આજનો દિવસે વધુ એક સુખદ સંયોગ છે. આજના દિવસે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાના એક સુરતમાં છું. પહેલાં પ્લેગ જેવી મહામારીથી પ્રભાવિત હતું આજે સ્વચ્છતા માટે જાણીતું છે.

તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ આપણા સેવાભાવને સમર્થન આપ્યું છે. આ પ્રચંડ વિજ્ય સેવાના મિશનને વધુ વિસ્તાર આપવા માટે છે. આપણે હવે બહુ મહેનત કરવાની છે. આપણો સંકલ્પ વિકસિત ગુજરાત વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે. તાજેતરની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપને એટલું સમર્થન આપ્યુ કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. મારો રેકોર્ડ પણ તૂટી ગયો છે. આવું બહું ઓછું જોવા મળે છે. કોઈ પક્ષને આટલા લાંબા સમય સુધી સેવા કરવાનો મોકો મળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી પહેલીવાર ગુજરાત આવ્યો છું. હું સુરતથી તમામ ગુજરાતના લોકોને વંદન કરું છું. અઢી દસકથી વધુનો સમય થઈ ગયો છે. તમે ભાજપને નિરંતર તમારો આશીર્વાદ આપી રહ્યા છો. સમયની સાથે તમારો આર્શીવાદ વધતો જ જાય છે.

 મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે અનેક પ્રોજેક્ટના લોકાર્પણ થયા છે. સુરત સ્વચ્છતાની સાથે ગ્રીન ગ્રોથમાં પણ અગ્રેસર થઈ રહ્યું છે. સુરત એવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે કે રસ્તા પર દોડતી તમામ બસો ઈલેક્ટ્રિક હશે. છેલ્લા 12 વર્ષથી દેશમાં વેસ્ટ ટુ વેલ્થનું એક બહુ મોટુ જનઆંદોલન ચાલે છે. જે આપણા શહેરોને ગ્રીન અને ક્લિન બનાવવા માટે બહુ કામ આવી રહ્યું છે. હવે પ્રયાસ એ છે કે આવનારા અનેક દશકો સુધી સુરતના પીવાના પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, પહેલા કોરોનાનું સંકટ આવ્યું, પછી યુદ્ધ શરૂ થઈ ગયા. હવે આટલું મોટુ ઊર્જા સંકટ જેને આખી દુનિયાને અસ્તવ્યસત કરી દીધી છે. દુનિયામાં પેટ્રોલની કિંમતમાં ઉત્તાર-ચઢાવ થઈ રહ્યો છે. ગેસની સપ્લાય ચેન ધ્વસ્ત થઈ ગઈ છે. મને બહુ સંતોષ છે. 140 કરોડ ભારતીયોના સંયુક્ત પ્રયાસથી દેશ આવા દરેક સંકટનો મજબૂતીથી મુકાબલો કરી રહ્યું છે

Exit mobile version