મુંબઈ, 24 સપ્ટેમ્બર 2026: ભારતીય શેર બજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સેંસેક્સ લગભગ 1228 પોઈન્ટ સુધી ઘટ્યો હતો અને 73600 પોઈન્ટ ઉપર પહોંચ્યું હતું. બીસીઆઈના 30 શેરવાળા આ ઈન્ડેક્સમાં તમામ સ્ટોક્સ લાલ નિશાન ઉપર વેપાર કરતા જોવા મળ્યાં હતા. બીજી તરફ નિફ્ટીની પરિસ્થિતિ આવી જ છે તે પણ 375 પોઈન્ટ ઘટીને 23070 ઉપર પહોંચ્યું હતું. ભારતીય શેરબજારમાં આજે આવેલા ભારે કડાકા માટે વિમા નિયમક આઈઆરડીએઆઈ મુખ્ય જવાબદાર હોવાનું જાણવા મળે છે. આમાં ઈશ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશનમાં મોટા ફેરફાર માટે ‘Recalibrating Economics of Insurance Distribution’નામની ભલામણ કરવામાં આવે છે. જેનો હેતુ બેંકા દ્વારા જબરજસ્તીથી વીમો વેચવા, વીમા કંપનીઓનો ખર્ચ કરવા અને કમીશન કેપ લગાવવાનો છે. આ પગલાંઓમાં કમિશનની મર્યાદા નક્કી કરવી, બેંકોને બળજબરીથી વીમા વેચવા માટે પ્રતિબંધિત કરવા અને પોલિસી વેચાણમાં “ડાર્ક પેટર્ન” ને કાબુમાં લેવાનો સમાવેશ થાય છે. જેનો સીધો ફાયદોને થશે, પરંતુ વીમા કંપનીઓ, બ્રોકરેજ કંપનીઓ અને બેંકોના નફા પર તેની અસર કરી શકે છે. આ જ કારણ છે કે આજે બેંકિંગ ક્ષેત્રના શેરોમાં ગભરાટની સ્થિતિ છે.
-
મિડકેપ અને સ્મોલકેપમાં પણ દબાણ
ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટી ગિરાવટ સાથે કારોબારની શરૂઆત થઈ હતી. શુરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 628 પોઈન્ટ્સ એટલે કે 0.84% ઘટીને 74,199 ના સ્તરે પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 207 પોઈન્ટ્સ એટલે કે 0.88% ના ઘટાડા સાથે 23,299 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. સવારે 9:17 વાગ્યે બજાર શરૂ થતાની સાથે જ ફાઈનાન્સિયલ શેરોમાં સૌથી વધુ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીસ અને નિફ્ટી પ્રાઈવેટ બેન્ક જેવા મુખ્ય ઈન્ડેક્સ લગભગ 2% જેટલા તૂટ્યા હતા. આ ઉપરાંત સર્વિસીસ, મેટલ, કમોડિટીઝ, ઈન્ફ્રા, રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝમ્પ્શન અને એનર્જી જેવા લગભગ તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.
સેન્સેક્સ પેકના શેરોમાં ટેક મહિન્દ્રા, સન ફાર્મા, HCL ટેક, TCS અને ઈન્ફોસિસ જેવા આઈટી અને ફાર્મા શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી તરફ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ડિગો, HDFC બેન્ક, એશિયન પેઈન્ટ્સ, ટ્રેન્ટ, L&T, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, M&M, ભારતી એરટેલ અને એટરનલ જેવા દિગ્ગજ શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. લાર્જકેપ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ ક્ષેત્રના શેરો પર પણ દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 606 પોઈન્ટ્સ (0.97%) ઘટીને 61,808 ના સ્તરે આવી ગયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 147 પોઈન્ટ્સ (0.74%) ની ઘટાડા સાથે 19,844 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.


