HomeAgency Newsહવે વંદા પાર્ટીની નવી માગણી, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું આપે નહીં તો...

હવે વંદા પાર્ટીની નવી માગણી, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું આપે નહીં તો…

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર, 2026 – નીટ-પીજી મુદ્દે શેરી લડાઈ દ્વારા પોતે સફળ થયા હોવાનું માનનાર વંદા પાર્ટીએ હવે નવી માગણી મૂકી છે. વંદા પાર્ટીના કથિત અગ્રણીઓએ આજે ધમકી ઉચ્ચારી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું નહીં આપે તો વંદા પાર્ટી ફરી જંતરમંતર ઉપર આંદોલન કરશે.

ચૂંટણી પંચ અને SIR (સીઈઆર)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડ્યો છે. CJP એ તેમને રાજીનામું આપવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો તેઓ પદ નહીં છોડે તો ‘જંતર મંતર પાર્ટ 2’ યોજીને દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.

CJP એ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ અંગે સામે આવેલા તાજેતરના અહેવાલે સાબિત કરી દીધું છે કે જ્ઞાનેશ કુમાર દેશના લોકશાહી માટે ખતરો છે. પાર્ટીના મતે, લોકશાહીનો મૂળ અર્થ એ હતો કે જનતા સરકાર ચૂંટશે, પરંતુ જ્ઞાનેશ કુમારના મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા પછી હવે સરકાર નક્કી કરી રહી છે કે કોણ મતદાન કરશે અને કોણ નહીં.

13 કરોડથી વધુ મતદારોના નામ દૂર કરવાનો આક્ષેપ

CJPના અભિજીત દીપકે દાવો કર્યો હતો કે જ્ઞાનેશ કુમાર પદભાળ સંભાળ્યા બાદથી વિવિધ રાજ્યોમાં 13 કરોડથી વધુ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે શું ભાજપને સત્તામાં જાળવી રાખવા માટે જાણી જોઈને આ નામો ડિલીટ કરવામાં આવ્યા છે?

વિપક્ષ અને પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનો આરોપ

દીપકે આરોપ લગાવ્યો હતો કે 2024માં એકસાથે આવેલા મુખ્યમંત્રીઓને એક પછી એક હરાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં બે મુખ્ય પ્રાદેશિક પક્ષોને તોડીને તેમના ચૂંટણી પ્રતીકો ‘પ્રોક્સી’ પક્ષોને સોંપી દેવાયા અને બંગાળમાં પણ આવું જ થઈ રહ્યું છે. આ તમામ બાબતો માટે જ્ઞાનેશ કુમારને જવાબદાર ગણાવ્યા હતા.

ચૂંટણી વિજયના ‘રિયલ હીરો’

CJPના મતે ભાજપ પોતાના ચહેરા પર નહીં પરંતુ જ્ઞાનેશ કુમારની મદદથી ચૂંટણીઓ જીતે છે. દેશમાં સરકાર પ્રત્યે નારાજગી હોવા છતાં ભાજપ જે રીતે બેઠકો મેળવી રહ્યું છે, તેના આધારે તેમણે વ્યંગ કર્યો હતો કે જ્ઞાનેશ કુમારે અધિકૃત રીતે ભાજપમાં જોડાણ કરી લેવું જોઈએ.

CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ દેશના Gen-Z અને યુવાનોને આગળ આવવા આહ્વાન કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે આઝાદી પછી જ્યારે દેશમાં 90% થી વધુ વસ્તી ગરીબ હતી, ત્યારે પણ બાબાસાહેબ આંબેડકર અને પંડિત નહેરુએ દરેક નાગરિકને મતાધિકાર આપ્યો હતો. પરંતુ વર્તમાન પેટર્ન દર્શાવે છે કે આ માત્ર મતાધિકાર છીનવવા સુધી સીમિત રહેવાનું નથી.

CJP એ સ્પષ્ટ કર્યું છે કે જો 48 કલાકમાં જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો તેઓ જનતા વચ્ચે જઈને સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular