1. Home
  2. ગુજરાતી
  3. ઉડ્ડયન ક્ષેત્રે ભારતની નવી ઉડાન: બૂસ્ટ ઇલેક્ટ્રિક જમ્પ ટેક-ઓફ પ્રોજેક્ટ માટે કરાર થયાં
ઉડ્ડયન ક્ષેત્રે ભારતની નવી ઉડાન: બૂસ્ટ ઇલેક્ટ્રિક જમ્પ ટેક-ઓફ પ્રોજેક્ટ માટે કરાર થયાં

ઉડ્ડયન ક્ષેત્રે ભારતની નવી ઉડાન: બૂસ્ટ ઇલેક્ટ્રિક જમ્પ ટેક-ઓફ પ્રોજેક્ટ માટે કરાર થયાં

0
Social Share

નવી દિલ્હી, 13 એપ્રિલ 2026: ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળના ટેકનોલોજી વિકાસ બોર્ડ (TDB) એ ઉડ્ડયન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે ગુરુગ્રામ સ્થિત કેસી એવિએશન પ્રાઇવેટ લિમિટેડ સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી અંતર્ગત “બૂસ્ટ ઇલેક્ટ્રિક જમ્પ ટેક-ઓફ ” નામના પ્રોજેક્ટને વિકસાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ વિમાનોની ટેક-ઓફ ક્ષમતામાં અનેકગણો સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટ યુકે સ્થિત ARC એરોસિસ્ટમ્સ લિમિટેડ સાથેની ભાગીદારીમાં ‘ઇન્ડિયા-યુકે કોલાબોરેટિવ R&D પ્રોગ્રામ ફોર ઇન્ડસ્ટ્રિયલ સસ્ટેનેબિલિટી’ હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે બોર્ડ દ્વારા શરતી ગ્રાન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધતા કૌશલ્યને દર્શાવે છે.

TDB દ્વારા સમર્થિત આ પ્રોજેક્ટમાં અદ્યતન હાઇબ્રિડ પ્રોપલ્શન-આધારિત જમ્પ ટેક-ઓફ સિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ટેકનોલોજીથી જાયરોકોપ્ટર્સ અને ડ્રોન જેવા માનવરહિત વિમાનો ખૂબ જ ટૂંકા અંતરમાં અથવા ઉભી દિશામાં ઉડી શકશે. ઉત્તર ભારતમાં આવી પ્રથમ પ્રોપલ્શન પરીક્ષણ સુવિધા સ્થાપવામાં આવશે, જે આગામી પેઢીની હવાઈ ગતિશીલતા ટેકનોલોજીના પરીક્ષણ માટે માળખું પૂરું પાડશે. આ નવી ટેકનોલોજીથી ટેક-ઓફ અંતર ઘટશે અને કાર્યકારી સુગમતા વધશે. જેથી દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા, આપત્તિ પ્રતિભાવ અને તબીબી સ્થળાંતર, માનવરહિત લોજિસ્ટિક્સ અને સર્વેલન્સ કામગીરી અને સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગમાં થશે.

ટીડીબીના સચિવ રાજેશ કુમાર પાઠકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “હાઇબ્રિડ પ્રોપલ્શન અને અદ્યતન ટેક-ઓફ સિસ્ટમમાં નવીનતાઓ ભારતની પ્રાદેશિક હવાઈ ગતિશીલતા ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વધારશે.” આ સુવિધા માત્ર કેસી એવિએશન પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આ ક્ષેત્રમાં કામ કરતા અન્ય સ્ટાર્ટઅપ્સને પણ પરીક્ષણ સેવાઓ પૂરી પાડીને સમગ્ર ઇકોસિસ્ટમને લાભ પહોંચાડશે. કેસી એવિએશનના પ્રમોટરોએ આ સહયોગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કંપનીને વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં ટેકનોલોજીનું પરીક્ષણ કરવા અને સ્કેલેબલ પ્રોપલ્શન સોલ્યુશન્સ વિકસાવવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચોઃ ભારતની મહિલા શક્તિએ અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે: પ્રધાનમંત્રી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code