Homeગુજરાતીટેકનોલોજીસ્પોર્ટ્સ ટેક્નોલોજી વર્કિંગ ગ્રુપની સ્થાપનાનો ભારતનો પ્રસ્તાવ BRICS નવી દિલ્હી ઘોષણાપત્રમાં સામેલ

સ્પોર્ટ્સ ટેક્નોલોજી વર્કિંગ ગ્રુપની સ્થાપનાનો ભારતનો પ્રસ્તાવ BRICS નવી દિલ્હી ઘોષણાપત્રમાં સામેલ

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર 2026: સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવા માટે ‘સ્પોર્ટ્સ ટેક્નોલોજી વર્કિંગ ગ્રુપ’ની રચના અને રમતગમતના સાધનોના ઉત્પાદન અંગેની પરિષદના આયોજન અંગેના ભારતના પ્રસ્તાવનો સમાવેશ ‘બ્રિક્સ (BRICS) નવી દિલ્હી ઘોષણાપત્ર’માં કરવામાં આવ્યો છે.

આ ઘોષણા રમતગમતને સામાજિક વિકાસના સાધન તરીકે વર્ણવે છે. તે રમતગમતમાં શ્રેષ્ઠતા, ખેલાડીઓના કલ્યાણ, વહીવટી સંચાલન અને સમાવેશિતાને પ્રોત્સાહન આપવામાં ટેકનોલોજીની વધતી જતી ભૂમિકાને સ્વીકારે છે. ‘નવી દિલ્હી ઘોષણા’એ રમતગમત ક્ષેત્રે ટેકનોલોજી અંગેના કાર્યકારી જૂથની રચના કરવા માટેની ચર્ચાઓને પ્રોત્સાહન આપ્યું હતું. તેમાં લોકો વચ્ચેના પરસ્પર સંપર્કોને મજબૂત બનાવવા અને સ્વસ્થ તથા સક્રિય સમાજને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

ગયા મહિને વિશાખાપટ્ટનમમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) દેશોના રમતગમત મંત્રીઓની બેઠક દરમિયાન, રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવા માટે રમતગમત ટેકનોલોજી અંગેના કાર્યકારી જૂથની રચના કરવાનો અને રમતગમતના સાધનોના ઉત્પાદન અંગેની પરિષદનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વધુ વાંચો: BRICS નેતાઓ માટે ‘નવરસ: ધ યુનિવર્સ ઓફ શેર્ડ ઇમોશન્સ’, સામૂહિક ભાવનાઓનું અનોખું સાંસ્કૃતિક વિશ્વ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular