1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે ચીનનું ગુલામ, આ છે તેનું કારણ
પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે ચીનનું ગુલામ, આ છે તેનું કારણ

પાકિસ્તાન બનવા જઇ રહ્યું છે ચીનનું ગુલામ, આ છે તેનું કારણ

0
  • ચીનની આર્થિક ગુલામી તરફ આગળ વધતું પાકિસ્તાન
  • આગામી પાંચ વર્ષમાં 50 લાખ ચીની નાગરિકો પાકમાં કામ કરતા હશે
  • પાકિસ્તાન પર 24 અબજ ડોલર તો ખાલી ચીનનુ જ દેવુ છે

નવી દિલ્હી: પાકિસ્તાન ચીન તેનું ગાઢ મિત્ર હોય તેવું ગાણું ગાતું હોય છે પરંતુ હકીકતમાં પાકિસ્તાન ચીનનું આર્થિક ગુલામ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાનની હેલ્થ સર્વિસેઝ એકેડમીના અનુમાન અનુસાર આગામી ચારેક વર્ષમાં પાકિસ્તાનમાં 40 લાખ ચીની નાગરિકો કામ કરતા હશે. ચીનની બહાર કદાચ પાકિસ્તાન જ એક માત્ર એવો દેશ છે જ્યાં ચીનના લોકો આટલી મોટી સંખ્યામાં કાર્યરત હોય.

ચીન દ્વારા આ માટે તૈયારી ઓ શરૂ કરી દેવાઈ છે. ચીને પાકિસ્તાનને તેના હેલ્થ સેકટરને સુધારવા માટે કહ્યુ છે. જેથી ચીનના નાગરિકોને ભવિષ્યમાં જરૂર પડે તો સારી રીતે સારવાર મળી શકે.

ચીનની હજારો કંપનીઓ હાલમાં ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં કામ કરી રહી છે અને આ કંપનીઓની સાથે સાથે તેના કર્મચારીઓ પણ પાકિસ્તાનમાં આવી રહ્યા છે. ચીન આ યોજનામાં 60 અબજ ડૉલરનું રોકાણ કરી રહ્યું છે.

જોકે આ યોજના હેઠળ પાકિસ્તાન એ ચીનની કોલોની બની જાય તેવો ડર પણ કેટલાકને સતાવી રહ્યો છે. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડનો મહત્વનો હિસ્સો છે.

હાલમાં પાકિસ્તાન પર 90 અબજ ડોલરનુ વિદેશી દેવુ છે અને તેમાંથી 24 અબજ ડોલર તો ખાલી ચીનનુ જ દેવુ છે. જોકે ચીનને હવે પોતાના નાગરિકો પર આતંકી હુમલાનો પણ ડર લાગી રહ્યો છે અને તે પોતાના નાગરિકો માટે ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવા માટેની યોજના પર વિચાર કરી રહ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code