1. Home
  2. ગુજરાતી
  3. ફ્લોરિડામાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત, અનેક દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
ફ્લોરિડામાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત, અનેક દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ફ્લોરિડામાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત, અનેક દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

0
Social Share
  • ફ્લોરિડાના મિયામીમાં એક દુર્ઘટના ઘટી
  • ફ્લોરિડામાં આવેલી 12 માળની બિલ્ડીંગ થઇ ધરાશાયી
  • આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું થયું મોત, અનેક દટાયા

નવી દિલ્હી: ફ્લોરિડાના મિયામીમાં એક દુર્ઘટના ઘટી છે. મિયામીમાં સમુદ્રની પાસે બનેલી 1 12 માળની શૈમ્પલેન ટાવર્સ નામની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને અન્ય 99 લોકોનો કોઇ પત્તો મળ્યો નથી. રેસ્ક્યૂ ટીમે અત્યારસુધી 102 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા ફાયર બ્રિગેડની ટીમ સ્થાનિક પોલીસને મદદ કરી રહી છે.

બચાવ દળ હાલમાં લોકોને શોધવા માટે સોનાર ટેક્નોલોજી અને ડોગ સ્ક્વોડની મદદ લઇ રહ્યા છે. ગુમ લોકોમાં એક ગુજરાતી પરિવાર પણ છે. મિયામી-ડેનાના પોલીસ ડાયરેક્ટર ફ્રેંડી રેમિરેઝએ કહ્યું કે, તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. ટીમના પ્રયત્નો સતત ચાલુ છે. કાટમાળ નીચે અવાજ સંભળાઇ રહ્યા છે.

12 માળની બિલ્ડિંગ ફ્લોરિડાના મિયામીમાં આવેલી છે. તેનું નાઅમ શૈમ્પલેન ટાવર્સ છે. આ સમુદ્રની સામે બનાવવામાં આવી હતી. આ બિલ્ડિંગનું નિર્માણૅ 1980માં થયું હતું. ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓનું કહેવું છે કે બિલ્ડિંગને ફરીથી સમારકામની જરૂર હતી, જે થઇ શક્યું નહી. આ બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો છે. જોકે રેસ્ક્યૂ બાદ જ અકસ્માતની તપાસ કરવામાં આવશે.

ફ્લોરિડા સરકારે અકસ્માતની ગંભીરતાને જોતાં પીડિત પરિવારોને આર્થિક મદદ આપવા માટે કાર્યકારી આદેશ જાહેર કરી દીધા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code