1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ટૂ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સમાં અજય દેવગન બાદ હવે અભિનેતા વિકી કૌશલ પણ એડવેન્ચરની મજા માણશે- માલદિવ્સમાં થશે શૂટિગં
ઈન્ટૂ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સમાં અજય દેવગન બાદ હવે અભિનેતા વિકી કૌશલ પણ એડવેન્ચરની મજા માણશે- માલદિવ્સમાં થશે શૂટિગં

ઈન્ટૂ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સમાં અજય દેવગન બાદ હવે અભિનેતા વિકી કૌશલ પણ એડવેન્ચરની મજા માણશે- માલદિવ્સમાં થશે શૂટિગં

0
Social Share
  • ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ,,,,માં વિકી કૌશલ જોવા મળશે
  • આ પહેલા અજય દેવગન પમ શોનો ભાગ બન્યા હતા
  • વિકી કૌશલ માલદિવ્સમાં કરશે શૂટિંગ

મુંબઈઃ-જંગલનો અદભૂકત સફર, જંગલ વચ્ચે પ્રાણીઓ સાથેની સવારી આ પ્રકારના કેટલાય અહલાદક દ્રશ્યો આ તમામ મનોરંજન પુરુ પાડતો શો એટલે ડિસ્કવરીનો સર્વાઇવલ શો ઈન્ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ, જેને વિશ્વભરમાં ઘણી પ્રશંસાઓ મળી મળી ,એડવેન્ચર એક્ટચિવિટિઝને લઈને આ શો ખૂબ પ્રિય છે, જેમાં આપણા દેશના પ્રધાનમંત્રી મોદી પણ ભાગ લઈ ચૂક્યા છે, તો સાથે સાથે બોલિવૂડના અનેક સિતાઓએ પણ એડવેન્ચરની આ દુનિયામાં એન્ટ્રી કરી છે, તાજેતરની જ જો વાત કરીએ તો અભિનેતા અજય દેવગને આ શો માટે શૂટિંગ કર્યું હતું, ત્યારે હવે આ શ્રેણીમાં બોલિવૂડના અભિનેતા વિકી કૌશલનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે.

ભૂતકાળમાં આ શોમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, એક્શન હિરો અક્ષય કુમાર પણ જોવા મળી ચૂક્યા છે. ત્યારે હવે અભિનેતા વિક્કી કૌશલ ટૂંક સમયમાં બેયર ગ્રિલ્સ સાથે જંગલની શેર કરતો જોવા  મળશે.

મળતી માહિતી પ્રમાણે હવે અભિનેતા વિક્કી કૌશલને ડિસ્કવરી ચેનલ દ્વારા તેમના આ મોસ્ટ પોપ્યૂલર  શો માટે સાઇન કરવામાં આવ્યા છે. વિક્કી શોની નવી સિઝનમાં જોવા મળશે જેનું શૂટિંગ ટૂંક સમયામાં જ માલદિવ્સ ખાતે શરુ થનાર છે, વિકી કૌશલ માટે આ અનોખો અનુભવ હશે

ડિસ્કવરીના શો માટે વિક્કી કૌશલ 16 સપ્ટેમ્બરે માલદીવ જવા માચે રવાના થયા છે ,તેઓ આજે સવારે 10 વાગ્યે આસપાસ શો ના શૂટિંગને લઈને માલદિવ્સ જવા રવાના થઈચૂક્યા છે.આ બાબતને પૃષ્ટિ ડિસ્કવરી ચેનલે પોતે જ કરી છે, કે જ વિક્કી કૌશલ આ શોમાં ભાગ લેનાર છે.ઉલ્લેખનીય છે કે આ શો સૌથી પહેલા ડિસ્કવરી પ્લસ એપ પર રિલીઝ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code