1. Home
  2. revoinews
  3. શું આપણી કાનૂન વ્યવસ્થા બેવડી નીતિથી ચાલે છે?
શું આપણી કાનૂન વ્યવસ્થા બેવડી નીતિથી ચાલે છે?

શું આપણી કાનૂન વ્યવસ્થા બેવડી નીતિથી ચાલે છે?

0
Social Share

હેમંત પરમાર દ્વારા
શું આપણી કાનૂન વ્યવસ્થા બેવડી નીતિથી ચાલે છે? સ્વાભાવિક છે જ્યારે આતંકના ગુનેગારોને સુધારાના નામે મુક્ત કરવામાં આવે છે અને અન્ય કેદીઓ માટે પિતૃશોકનું કારણ પણ પેરોલ મેળવવા માટે નાનું પડે છે, ત્યારે ન્યાયના ત્રાજવા પર સવાલો ઉઠે.

તાજેતરમાં જ મધ્યપ્રદેશની નર્મદાપુરમ અદાલતમાંથી એક મોટો ચુકાદો આવ્યો છે. ફર્સ્ટ એડિશનલ સેસન્સ જજ તબસ્સુમ ખાનની અદાલતે કથિત મોબ લિંચિંગ કેસમાં ૧૪ ગૌરક્ષકોને મૃત્યુ સુધીની એટલે કે આજીવન કેદની કડક સજા સંભળાવી દીધી છે. કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે આ ચુકાદો આવકાર્ય હોઈ શકે, પરંતુ આ જ ગાળામાં દેશની અન્ય અદાલતોમાંથી જે પ્રકારના ચુકાદાઓ સામે આવ્યા છે, તેણે સામાન્ય નાગરિકોને વિચારતા કરી દીધા છે.

આતંકી માટે માનવતા અને બીજા માટે જેલની દીવાલો?

દિલ્હી હાઈકોર્ટે ૫ જૂન ૨૦૨૬ના રોજ એક ચોંકાવનારો આદેશ આપ્યો છે. કલકત્તામાં ૧૯૯૩ના બોઝબજાર બોમ્બ બ્લાસ્ટમાં ૬૯થી વધુ નિર્દોષ લોકોના જીવ લેનારા અને “ટાડા” હેઠળ આજીવન કેદ ભોગવતા રશીદ ખાનને સારા વર્તન અને સુધારાવાદી અભિગમના આધારે જેલમાંથી મુક્ત કરવાનો આદેશ અપાયો. સામાન્ય રીતે ટાડા જેવા કડક કાયદા હેઠળ થયેલી સજાના મામલાઓ સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતા હોય છે, છતાં હાઈકોર્ટે આ આતંકીને મુક્ત કરી દીધો. આશ્ચર્યની વાત એ છે કે, જે વ્યક્તિએ આટલા લોકોની સામૂહિક હત્યા કરી હોય, તેને મુક્ત કરવા માટે કાનૂન પાસે માનવતાવાદના અનેક તર્કો હાજર છે. તાજેતરમાં કેરળથી પણ એક સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આવા જ કેદીને મુક્ત કરવામાં આવ્યો છે.

દારા સિંહ અને આસારામ માટે અલગ માપદંડ કેમ?

હવે સવાલ એ થાય છે કે શું કાનૂનનો આ સુધારાવાદી ચહેરો બધા કેદીઓ માટે સમાન છે?
દારા સિંહ છેલ્લા ૨૭ વર્ષથી જેલમાં બંધ છે. પિતા અને માતાના મૃત્યુ સમયે પણ તેમને પોતાના પરિવારને મળવા માટે એક પણ પેરોલ મળી નથી.
શંભુલાલ રેગરને ૧૨ વર્ષમાં કોઈ પેરોલ મળી નથી.
૮૯ વર્ષના આસારામ બાપુને, જેમના પર મોલેસ્ટેશનનો કેસ છે અને જે ક્યારેય ફોરેન્સિક કે વૈજ્ઞાનિક રીતે સાબિત થયો નથી, તેમને ફરીથી મરવા સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

શું ૭૭ વર્ષના આતંકી રશીદ ખાનનું હૃદયપરિવર્તન કાનૂનને દેખાય છે, પણ ૮૯ વર્ષના વૃદ્ધ કેદી માટે કોઈ દયાભાવ નથી? આ કેવો વિરોધાભાસ છે?

લીગલ મેકેનિઝમ અને હિન્દુઓની લાચારી

આ આખી પ્રક્રિયા પાછળ એક મોટો ખેલ ચાલી રહ્યો છે. અમુક ચોક્કસ વર્ગ પાસે પોતાના કેદીઓને બચાવવા માટે કપિલ સિબ્બલ અને મહમૂદ પિરાચા જેવા દેશના સૌથી મોંઘા સેંકડો વકીલો, રિહાઈ મંચ જેવી મજબૂત સંસ્થાઓ અને અબજો રૂપિયાના ફંડની આખી વ્યવસ્થા કાર્યરત છે. જ્યારે બીજી તરફ હિન્દુઓ પાસે શું છે? માત્ર કેન્ડલ માર્ચ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ.

ક્યાંક એક સામાન્ય ઘટના ઘટી જાય તો સેંકડો હિન્દુઓ વિજયના ઉત્સાહમાં પોસ્ટ લખવા બેસી જાય છે, પણ કાયદાકીય લડાઈ લડવા માટે આપણી પાસે કોઈ વ્યવસ્થિત તંત્ર નથી. આ જ લાચારીનું પરિણામ છે કે જે લોકોએ ઉદયપુરમાં કન્હૈયા લાલની નિર્મમ હત્યાનું કાવતરું રચ્યું અને લાઈવ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર આતંક ફેલાવ્યો, તેના કેટલાક સહ-આરોપીઓ આજે આરામથી જામીન પર ફરી રહ્યા છે. કમલેશ તિવારીના હત્યારાઓને મદદ કરનારાઓને પણ જામીન મળી ગયા છે.

જો કાનૂની વ્યવસ્થા આવા બેવડા માપદંડથી ચાલશે, તો સામાન્ય માણસનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઊઠી જશે એ નક્કી છે. હવે સમય આવી ગયો છે કે હિન્દુઓ ખાલી સોશિયલ મીડિયા પર ઉત્સવ ઉજવવાનું છોડીને પોતાના અધિકારો માટે કાનૂની મોરચે જાગૃત અને સંગઠિત બને.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code