Homeગુજરાતીકર્ણાટક હીઝાબ વિવાદ: હવે અમેરિકા અને પાકિસ્તાને આપી પ્રતિક્રિયા

કર્ણાટક હીઝાબ વિવાદ: હવે અમેરિકા અને પાકિસ્તાને આપી પ્રતિક્રિયા

  • કર્ણાટક હીઝાબ વિવાદ
  • અમેરિકા અને પાકિસ્તાનની પ્રતિક્રિયા
  • ભારતના આંતરિક મુદ્દામાં પાકિસ્તાનની એન્ટ્રી

બેંગ્લોર: કર્ણાટકમાં સર્જાયેલો હીજાબ વિવાદ હવે આંતરરાષ્ટ્રીય બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકા અને પાકિસ્તાન દ્વારા પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકાના અધિકારીએ ટ્વીટ કરીને લખ્યું કે પોતાનો ધાર્મિક પોષાક પહેરવો એ ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ છે. ભારતીય પ્રદેશ કર્ણાટકે ધાર્મિક પહેરવેશની મંજૂરી નિર્ધારિત કરવી જોઈએ નહીં. શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક આઝાદીનું હનન છે અને મહિલાઓ તથા છોકરીઓ માટે ખાસ ધોરણ બનાવે છે અને તેમને હાશિયામાં ધકેલે છે.

એમ્બેસેડર એટ લાર્જ એવા રાજદૂત હોય છે જેમને વિશેષ જવાબદારીઓ અપાય છે પરંતુ તેઓ કોઈ ખાસ દેશ માટે નિયુક્ત હોતા નથી. રાશદ હુસૈન બિહાર સાથે સંબંધ ધરાવે છે. 41 વર્ષના હુસૈનને 500 પ્રભાવશાળી મુસ્લિમ લોકોમાં સામેલ કરાયા હતા. તેમને ગત વર્ષ જુલાઈ મહિનામાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિભાગના એમ્બેસેડર એટ લાર્જ નિયુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી.

https://twitter.com/IRF_Ambassador/status/1492153532350402564?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1492153532350402564%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fworld%2Fafter-pakistan-now-us-ambassador-tweet-on-karnataka-hijab-controversy-197014

આ અગાઉ  પાકિસ્તાને કર્ણાટક મુદ્દે ભારતીય રાજનયિકને સમન પાઠવ્યું હતું. પાકિસ્તાને ભારતના રાજનયિકને અપીલ કરી કે તેઓ ભારત સરકારના હિજાબ વિરોધી કેમ્પેઈન પ્રત્યે પાકિસ્તાનની ગંભીરતાથી અવગત કરાવે. પાકિસ્તાનના મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને ચૌધરી ફવાદ હુસૈન પણ હિજાબ વિવાદ પર ભારતની ટીકા કરી ચૂક્યા છે.

સંબંધિત લેખો

Most Popular