1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યનની સુપર હિટ ફિલ્મ ‘ભલ ભૂલૈયા 2’ હવે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર થશે રિલીઝ
કાર્તિક આર્યનની સુપર હિટ ફિલ્મ ‘ભલ ભૂલૈયા 2’ હવે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર થશે રિલીઝ

કાર્તિક આર્યનની સુપર હિટ ફિલ્મ ‘ભલ ભૂલૈયા 2’ હવે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર થશે રિલીઝ

0
Social Share
  • હવે ભૂલ ભૂલૈયા 2 આટીટી પર જોવા મળશે
  • સિમેનાઘરોમાં બમ્પર કમાણી કરી છે કાર્તિકની આ ફિલ્મે

મુંબઈઃ- કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની સુપર હિટ ફઇલ્મ ભૂલ ભૂલૈયા 2 એ સિનેમા ઘરોમાં બમ્મપર કમાણી કરી લીધે છ, 200 કરોડની અંદર આ ફિલ્મે બોક્સ ઓફીસ પર કલેક્શન કર્યું છે ત્યારે રિલીઝ થયાના 3 અઠવાડિયા બાદ પણ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે.

જો કે જે લોકો આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા ગયા નથી તેઓ માટે સામા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, બોક્સ ઓફિસ પર અપાર સફળતા હાંસલ કર્યા બાદ હવે આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. નેટફ્લિક્સે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની જાહેરાત કરી છે. ફિલ્મનો એક ડાન્સ વીડિયો શેર કરતા Netflixએ કેપ્શનમાં લખ્યું – ‘ અમે સોંગ ગાય રહ્યા છે, દે તાલી, દે તાલી કારણ કે ‘ભૂલ ભુલૈયા 2′ ટૂંક સમયમાં આવી રહ્યું છે.’

નેટફ્લિક્સની  આ પોસ્ટથી સ્પષ્ટ છે કે કાર્તિક અને કિયારાની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પરંતુ તેને ઓટીટી પર કઈ તારીખે રિલીઝ કરવામાં આવશે, તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી.જો કે આ ફિલ્મ અત્યાર  173.76 કરોડનું કલેક્શન કર્યું છે.કરોડોની કમાણી કરવામાં સફળ રહેલી ફિલ્મનો લાભ હવે નેટફ્લિક્સને પણ મળવા જઈ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code