1. Home
  2. ગુજરાતી
  3. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ની ઝાંખી બનશે આકર્ષણનું કેન્દ્ર
આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ની ઝાંખી બનશે આકર્ષણનું કેન્દ્ર

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ની ઝાંખી બનશે આકર્ષણનું કેન્દ્ર

0
Social Share
  • રાજપથ પર કાશી વિશ્વનાથની ઝાખી બનશે આકર્ષણનું કેન્દ્ર
  • રાજપથ રોડ પર કાશી વિશ્વનાથ કોરિડોરની ઝાખી રજૂ કરાશે

દિલ્હીઃ- દેશભરમાં આવનારા દેશપર્વ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, જો કે કોરોનાના કહેરને લઈને આ વખતે ગણતંત્ર દિવસે રાજપથ રોડ પર ખૂબ જ ગમતરીના મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે આ સાથે જ વિદેશી મહેમાનોના આગમનને પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે આ વર્ષના ટેબ્લો પણ માત્ર 12 રાજ્યોમાંથી જ હશે

આ ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જોવા મળશે. ઉત્તર પ્રદેશની ઝાંખી આ વખતે ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને કાશી વિશ્વનાથ ધામ પર ધ્યાન કેન્દ્રિત હશે. જ્યારે, ઉત્તરાખંડની ઝાંખીમાં પ્રગતિના પંથે રાજ્ય દર્શાવવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયના  અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વખતે  પરેડમાં જે રાજ્યોની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે તેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય અને પંજાબનો સમાવેશ થાય છે. આ ઝાંખીઓની પસંદગી કેન્દ્રની નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ વખતે રાજપથ પર કેન્દ્રની નવ ઝાંખીઓ પણ જોવા મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code