Site icon Revoi.in

કેજરિવાલ આવતીકાલે લેફ્ટનન્ટ ગવર્નરને મળશે, રાજીનામું આપે તેવી શકયતા

Social Share

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં જામીન ઉપર મુક્ય થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ગઈકાલે રવિવારે એક કાર્યક્રમમાં 28 કલાકમાં સીએમ પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. સીએમ કેજરીવાલ આવતીકાલે સીએમ પદ પરથી રાજીનામું આપશે. સીએમ કેજરીવાલે પહેલા જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. આવતીકાલે જ નવા સીએમના નામની જાહેરાત પણ થઈ શકે છે. સીએમ કેજરીવાલને લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ તરફથી મંગળવારે (17 સપ્ટેમ્બર) સાંજે 4.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે.

દિલ્હીના આગામી સીએમ કોણ હશે તેને લઈને અનેક નામો પર ચર્ચા થઈ રહી છે. રેસમાં આતિશી, સૌરભ ભારદ્વાજ અને રાઘવ ચઢ્ઢાના નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ બે દિવસ પછી તેમના પદ પરથી રાજીનામું આપી દેશે. રવિવારે (15 સપ્ટેમ્બર) AAP કાર્યાલયમાં તેમના સંબોધન દરમિયાન, તેમણે કહ્યું હતું કે તેઓ હવે જનતાની અદાલતમાં જશે.

સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, “હું બે દિવસ પછી રાજીનામું આપીશ અને લોકોને પૂછીશ કે શું હું ઈમાનદાર છું. હું જનતાને અપીલ કરવા માંગુ છું કે જો તમને લાગે કે કેજરીવાલ ઈમાનદાર છે તો મને મત આપો. જો તમને લાગતું હોય કે કેજરીવાલ દોષિત છે. તો મને મત ન આપો તમારો દરેક મત મારી ઈમાનદારીનું પ્રમાણપત્ર હશે. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે હું દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું.

Exit mobile version