Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- ઉનાળાની ગરમીમાં બનાવો ઈન્સ્ટન્ટ ચીકુ-ચોકલેટ મિલ્ક શેક

કિચન ટિપ્સઃ- ઉનાળાની ગરમીમાં બનાવો ઈન્સ્ટન્ટ ચીકુ-ચોકલેટ મિલ્ક શેક

  • ચીકુ મલાઈ શકે ખૂબ ઈઝી રીતે બને છે
  • ગરમીમાં આપે છે રાહત,પેટને મળે છે ઠંડક

આ સિઝનમાં સૌ કોીને ઠંડુ ખાવાનું મન થાય છે આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈે છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ હોય છે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ મલાઈ શકે બનાવતા શીખીશું.

સામગ્રી

  • 500 ગ્રામ – ચીકું
  • 1 લીટર – દુધ
  • 100 ગ્રામ – ખાંડ
  • 4 ચમચી – ઘરની મલાઈ
  • 25 ગ્રામ – કાજૂ
  • 25 ગ્રામ – બદામ
  • 20 વાળી ડેરીમિલ્ક -1

સૌ પ્રથમ ચીકુની છાલ કાઢીલો, ત્યાર બાદ તેના જીણા જીણા ટૂકડા કરીલો,

હવે મિક્સરની જ્યૂસ બનાવાની જાર લો. તેમાં ચીકૂના ટૂકડા નાખીને બરાબર ક્રશ કરીલો,

હવે આ ચીકુના ક્રશમાં દૂધ અને ખાંડ નાખીને ક્રશ કરીલો, આમ 1 લીટર દૂધ પુરેપુરુ આ ટૂકડાઓ સાથે ક્રશ કરી મિક્સ કરીલો,તેમાં ડેરિમિવ્ક નાખીને ફરી એક વખત બ્લેન્ડર ફેરવી લો

હવે કાજૂ બદામને જીણા પાતળા સમારીલો,અને મલાઈને એક વાટકામાં લઈને ચમચી વડે બરાબર ફેટીલો .

હવે આ મિલ્ક શેકમાંથી જેટલા ગ્લાસ તૈયાર થાય એટલા ગ્લાસ ભરીલો, ઉપરથી દરેક ગ્લાસમાં અડધી એડધી ચમચી મલાઈ નાખો અને તેના ઉપર કાજૂ બદામ નાખો, તૈયાર છે ચીકુ મલાી મિલ્ક શેક

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular