1. Home
  2. ગુજરાતી
  3. કુલભૂષણ જાધવનું પાકિસ્તાની આતંકી સંગઠને ઈરાનથી અપહરણ કરીને ISIને કરી હતી સોંપણી!
કુલભૂષણ જાધવનું પાકિસ્તાની આતંકી સંગઠને ઈરાનથી અપહરણ કરીને ISIને કરી હતી સોંપણી!

કુલભૂષણ જાધવનું પાકિસ્તાની આતંકી સંગઠને ઈરાનથી અપહરણ કરીને ISIને કરી હતી સોંપણી!

0
Social Share

નવી દિલ્હી : કુલભૂષણ જાધવની મુક્તિના સંદર્ભે બુધવારે સાંજે આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો આવવાનો છે. આ કેસ સંદર્ભે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે કુલભૂષણ જાધવનું ઈરાનના ચાબહારથી પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠને અપહરણ કર્યું હતું અને બાદમાં તેમને પાકિસ્તાનમાં લઈ જઈને ગુપ્તચર એજન્સી આઈએસઆઈને હવાલે કરી દીધા હતા. સૂત્રો મુજબ, એ પણ જણાવવામાં આવ્યું કે આઈએસઆઈએ જૈશ-અલ અદલ સંગઠનનો ઉપયોગ કુલભૂષણને પકડવા માટે કર્યો હતો. ભારતીય એજન્સીઓની પાસે આ વાતના પુરતા પુરાવા છે કે કોઈપણ પ્રકારે પાકિસ્તાની એજન્સીઓએ જાધવને પકડવા માટે કર્યો હતો. ભારતીય એજન્સીઓની પાસે આ વાતના પુરાતા પુરાવા છે કે કેવી રીતે પાકિસ્તાની એજન્સીઓએ જાધવને જાસૂસીના ખોટા કેસમાં ફસાવ્યો છે.

પાકિસ્તાન અને ઈરાનના સીમાવર્તી વિસ્તાર અસ્થિર ક્ષેત્ર માનવામાં આવે છે. પાકિસ્તાન જૈશ અલ અદલ સંગઠનનો ઉપયોગ ઈરાનની વિરુદ્ધ પણ કરે છે. ઈરાની અધિકારીઓ પ્રમાણે, આ સીમાવર્તી વિસ્તારમાં થનારી આતંકી ગતિવિધિઓને પાકિસ્તાનનું સમર્થન હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં અમેરિકાએ જૈશ- અલ અદલ સંગઠનને ઈરાનના આતંકી સંગઠન જુનદુલ્લાહ સાથે સંબંધિત ઘોષિત કર્યું છે. જુનદુલ્લાહને અમેરિકાએ વૈશ્વિક આતંકી સંગટન તરીકે ખાસ રીતે ચિન્હિત કર્યું છે.

પાકિસ્તાને 3 માર્ચ-2016ના રોજ જાધવની ધરપકડ કર્યાનો દાવો કર્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે કુલભૂષણ જાધવ એક બિઝનસમેન નહીં પણ જાસૂસ છે. એપ્રિલ-2017માં પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપી હતી. મે-2017માં ભારતમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આ મામલો ઉઠાવ્યો હતો.

8 મે, 2017ના રોજ ભારતે આઈસીજેનો દરવાજો ખખડાવતા ગુહાર લગાવી હતી કે કુલભૂષણના કેસમાં પાકિસ્તાને 1963ની વિયના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. તેના પ્રમાણે ભારતીય નાગરીક જાધવની ધરપકડ, પૂછપરછ અને ટ્રાયલ સંબંધમાં તેના અધિકારોથી તેને વંચિત કરવામાં આવ્યો છે. જાધવને પોતાની પસંદના કાયદાકીય કાઉન્સિલને પસંદ કરવાની આઝાદી આપવામાં આવી નહીં. તેમને આ અધિકારથી વંચિત કરવામાં આવ્યા. પાકિસ્તાને 2015માં મિલિટ્રી કોર્ટની રચના કરી હતી. તેના પછી જ આ કોર્ટ ઘણાં કેસોમાં ફાંસીની સજા ફરમાવી ચુકી છે. મિલિટ્રી કોર્ટે જ જાધવને ફાંસીની સજા આપી હતી.

આ કેસમાં ભારતને અત્યાર સુધી આઈસીજેમાં સફળતા મળી છે. ભારતના પ્રયાસોના પરિણામે જાધવની ફાંસીની સજા પર આઈસીજેએ રોક લગાવી છે. પાકિસ્તાને જો કે તર્ક આપ્યો હતો કે આમા આઈસીજેનો ક્ષેત્રાધિકાર નથી. પરંતુ આઈસીજેએ તેની વાતને માનવાનો ઈન્કાર કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code