1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છઃ ભુજ-ભચાઉ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત
કચ્છઃ ભુજ-ભચાઉ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

કચ્છઃ ભુજ-ભચાઉ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

0
Social Share
  • જીપના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
  • અકસ્માતની આ ઘટનામાં પાંચ વ્યક્તિઓને ઈજા
  • પોલીસે સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં જ મોટરકાર કેનાલમાં ખાબકવાની ઘટના બની હતી. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. માર્ગ અકસ્માતની આ ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જીપકાર પુલના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ભુજ-ભચાઉ હાઈવે પર પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગમાવ્યો હતો. જેથી મોટરકાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના પગલે જીપકારમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. જ્યારે પાંચેક વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી હતી. આ ઉપરાંત મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. ભુજ-ભચાઉ હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિઓના કરુણ મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code