1. Home
  2. ગુજરાતી
  3. વીકેંડ પર 15% વધુ એકલાપણું! બ્રિટનના મિનિસ્ટર ઓફ લોનલિનેસ બોલ્યા- સમસ્યા વિશ્વભરમાં
વીકેંડ પર 15% વધુ એકલાપણું! બ્રિટનના મિનિસ્ટર ઓફ લોનલિનેસ બોલ્યા- સમસ્યા વિશ્વભરમાં

વીકેંડ પર 15% વધુ એકલાપણું! બ્રિટનના મિનિસ્ટર ઓફ લોનલિનેસ બોલ્યા- સમસ્યા વિશ્વભરમાં

0

માણસ એક સામાજીક પ્રાણી છે અને સમાજ તથા સમુદાયમાં રહેતા વ્યક્તિએ પ્રગતિની લાંબી મજલ કાપી છે. પરંતુ હવે તકનીક અને સોશયલ મીડિયાના તબક્કામાં માણસની આ સામાજીક પ્રાણીવાળી છબી ધૂમિલ થઈ છે. તેની અસપણ દેખાવા લાગી છે. મહત્વપૂર્ણ છે કે લોકોને એકલાપણું મહસૂસ થવાની સમસ્યા સતાવા લાગી છે, તેનાથી ઘણી શારીરિક અને માનસિક બીમારીઓનું જોખમ પણ વધી ગયું છે. બ્રિટનમાં હાલના સમયગાળામાં લગભગ 90 લાખ લોકો એકલાપણાનો શિકાર છે, તેમાંથી 40 લાખ લોકો જૈફવયના છે. જો કે સારી વાત એ છે કે બ્રિટનની સરકારે આ દિશામાં પગલા આગળ વધાર્યા છે અને બકાયદા લોકોને એકલાપણું દૂર કરવાના ઉપાયો પણ સૂચવ્યા છે તથા તેને લાગુ કરવા માટે એક મંત્રાલયની રચના કરી છે.

આ મંત્રાલયની કમાન મિમ્સ ડેવિસને સોંપવામાં આવી છે. મિમ્સ ડેવિસથી પહેલા ટ્રેસી કાઉચ આ જવાબદારી નિભાવી ચુક્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસની સાથેની વાતચીતમાં મિનિસ્ટ્રી ઓફ લોનલિનેસ મિમ્સ ડેવિસે કહ્યું છે કે તેમના મંત્રાલયે ગત માસ એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે, જેને લેટ્સ ટોક લોનલિનેસ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ બ્રિટનની સરકાર લોકોને પરસ્પર વાતચીત કરવા અને પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે પ્રેરીત કરી રહ્યો છે. શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ છે. YouGov Researchના સર્વે પ્રમાણે, 56 ટકા લોકો અને ગ્રામીણ વિસ્તારોમાં 44 ટકા લોકો એકલાપણાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ખાસ વાત એ છે કે સપ્તાહાંતમાં આ સમસ્યા વધી જાય છે, અને રિસર્ચ પ્રમાણે, તેમાં 15 ટકાનો વધારો થઈ જાય છે.

એકલાપણું એક ભાવનાત્મક સમસ્યા જ નથી, પરંતુ તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડે છે. કેમ્પેન ટુ એન્ડ લોનલિનેસ નામની સંસ્થા, જે લોકોની વચ્ચેથી એકલાપણાની સમસ્યાને દૂર કરવાના પ્રયાસોમાં લાગેલી છે, તેનું કહેવું છે કે એકલાપણાની સમસ્યા દિવસમાં પંદર સિગરેટ પીવા બરાબર શરીરને નુકસાન પહોંચાડે છે. તેનાથી મેદસ્વીતા અને આળસની સમસ્યા પણ ઘેરી શકે છે. એટલું જ નહીં એકલાપણાની સમસ્યાને કારણે લોકોને હ્રદય સંબંધિત બીમારીઓ થવાની આશંકા પણ ઘણી વધી જાય છે.

મહત્વપૂર્ણ છે કે એકલાપણાની સમસ્યા માત્ર બ્રિટન અને અન્ય પશ્ચિમ દેશોમાં જ નથી, પરંતુ તેની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. બ્રિટનના મિનિસ્ટર ઓફ લોનલિનેસ મિમ્સ ડેવિસનું કહેવું છે કે ભારતમાં પણ પરિસ્થિતિ ઘણી સારી નથી. બની શકે કે ત્યાં આના તરફ ધ્યાન અપાય રહ્યું નથી અને રિસર્ચ તથા સ્થિતિનું આકલન કરવામાં આવતું નથી. પરંતુ ત્યાં ચ્હાની દુકાન અને મહોલ્લામાં થનારી વાતચીતની સંસ્કૃતિ છે,તેના કારણે લોકોને વાત કરવાનો મોકો મળે છે. અમારે ત્યાં આની અછત છે, સામાજીક અનુભવ, પર્યાવરણ તેમા મહત્વની ભૂમિકા નિભાવે છે, પરંતુ આજે એકલાપણાની સમસ્યા વૈશ્વિક છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code