1. Home
  2. ગુજરાતી
  3. લખનૌમાં ફાઈટર જેટ મિરાજના ટાયરની ચોરી, પોલીસ તંત્ર થયું દોડતું
લખનૌમાં ફાઈટર જેટ મિરાજના ટાયરની ચોરી, પોલીસ તંત્ર થયું દોડતું

લખનૌમાં ફાઈટર જેટ મિરાજના ટાયરની ચોરી, પોલીસ તંત્ર થયું દોડતું

0
Social Share

દિલ્હીઃ લખનૌના શહીદ પથ પરથી પસાર થતા ટ્રેલરમાંથી ફાઈટર જેટ મિરાજનું ટાયર ચોરાયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ટ્રેલરનો કબજો લેતી વખતે એરફોર્સના અધિકારીઓએ ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લીધો છે. ફાઈટર જેટ મિરાજનું ટાયર સેન્ટ્રલ એર કમાન્ડ સ્ટેશન BKT થી જોધપુર મોકલવામાં આવી રહ્યું હતું. ચોરોએ રસ્તામાં ટ્રેલરનું દોરડું કાપીને ગુનો કર્યો હતો. આ મામલે ટ્રેલર ચાલકની ફરિયાદ પરથી આશિયાના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ એરફોર્સે કોઈ રાષ્ટ્રવિરોધી બળમાં સામેલ હોવાની આશંકાને પગલે ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ આરંભી હોવાનું જાણવા મળે છે. લખનૌના BKT એરબેઝથી જોધપુર એરબેઝ પર ફાઈટર જેટના 5 ટાયર મોકલવામાં આવી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર 27 નવેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે, આર્મી સાથે જોડાયેલા ટ્રેલર ઉપર ટાયર લોડ કરીને બહાર આવ્યું હતું. ડ્રાઈવર હેમસિંહ રાવતે જણાવ્યું કે, શહીદ પથ ટ્રાફિક જામ હતો. દરમિયાન ટ્રેલરની પાછળ દોડી રહેલી બ્લેક કારમાંથી નીચે ઉતરેલા 2 લોકોએ દોરડું કાપીને 1 ટાયરની ચોરી કરી હતી. ટ્રાફિકને કારણે વાહનને સાઈડમાં મૂકીને તેમને પકડી શક્યો ન હતો. ટાયરની ચોરી કરીને આરોપીઓ કારમાં ફરાર થઈ ગયા હતા. ટાયરની ચોરી ડ્રાઈવરે જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર ધીરજ શુક્લાએ જણાવ્યું હતું કે, શહીદ પથ આસપાસના તમામ રસ્તાઓના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. દુશ્મનના કાવતરાના ભાગરૂપે ટાયરની ચોરી કરવામાં આવી છે. સેનાના અધિકારીઓનું કહેવું છે કે વાહન હેમસિંહનું છે. તેઓ ઘણા વર્ષોથી સેના સાથે જોડાયેલા છે. હેમસિંહ એરબેઝ અને સંવેદનશીલ મિલિટરી કોમ્પ્લેક્સ સુધી જાય છે.. એક ટાયર કે જેમાં પ્લેન સિવાય અન્ય કોઈ ઉપયોગિતા નથી. તેની આ રીતે ચોરી થઈ રહી છે તે શંકાનું કારણ બની રહ્યું છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code