Homeગુજરાતીખોરાકવ્રત-તહેવાર કે ખાસ પ્રસંગે ઘરે બનાવો સફરજનની ખીર, જાણો રેસીપી

વ્રત-તહેવાર કે ખાસ પ્રસંગે ઘરે બનાવો સફરજનની ખીર, જાણો રેસીપી

રેસીપી, 08 ઓગસ્ટ 2026: ચોખા કે સેવૈયાની ખીર તો તમે ઘણી વાર ખાધી હશે, પણ જો તમે કંઈક નવું, રોયલ અને પૌષ્ટિક સ્વીટ બનાવવાનું વિચારી રહ્યા હોવ, તો સફરજનની ખીર એક બેસ્ટ ઓપ્શન છે. દૂધ, સફરજનની કુદરતી મીઠાશ, કેસરનો સુગંધિત ફ્લેવર અને ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર આ ખીર સ્વાદમાં એકદમ લાજવાબ લાગે છે.

સફરજનની ખીર ખાસ કરીને ઉપવાસ, વ્રત-તહેવાર કે ઘરમાં કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે ઝટપટ બની જતી આ સ્વીટ ડિશ ઘરમાં નાના બાળકોથી લઈને મોટા સૌને ખૂબ પસંદ આવે છે.

સામગ્રી

3 મીઠા સમારેલ સફરજન

1/3 કપ બ્રાઉન સુગર

1 લિટર ફુલ-ફેટ દૂધ

⅓ કપ કેસર વાળું દૂધ

½ કપ મિશ્ર ડૃયફ્રુટ્સ (કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તા)

1 ચમચી ખસખસ

1 ચમચી એલચી પાવડર

1 ચમચી ગુલાબજળ

ઘી જરૂર મુજબ

સફરજન ખીર બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટી અને જાડા તળિયાવાળી કઢાઈ કે તપેલામાં  ફુલ ફેટ દૂધ ઉમેરીને ગરમ કરવા મૂકો. દૂધને ધીમા થી મધ્યમ તાપે ઊકળવા દો અને તેને સતત હલાવતા રહો, જેથી દૂધ તળિયે ચોંટી ના જાય.

દૂધ ઘાટું થઈને પોણો ભાગનું રહે ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેમાં  કેસરવાળું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બીજા એક પેનમાં ઘી ગરમ કરો.

તેમાં કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ, ખસખસ અને ધીમા તાપે 2 મિનિટ માટે ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો, સાંતળેલા ડ્રાયફ્રૂટ્સને એક પ્લેટમાં કાઢી લો. એ જ પેનમાં જરૂર મુજબ ઘી ઉમેરીને સમારેલા કે છીણેલા સફરજન ઉમેરો. મધ્યમ તાપે સફરજન નરમ થાય ત્યાં સુધી 5 મિનિટ સાંતળો.

હવે તેમાં બ્રાઉન સુગર ઉમેરો. સુગર ઓગળશે અને સફરજન સાથે સરસ કેરામેલાઈઝ થશે. સફરજનનું બધું પાણી સુકાઈ જાય અને તે નરમ થઈને ઘાટું મિશ્રણ બની જાય ત્યાં સુધી તેને સાંતળી લો. ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને સહેજ ઠંડું થવા દો.

હવે ઉકાળેલા ઘાટા દૂધમાં સાંતળેલું સફરજનનું મિશ્રણ ઉમેરો અને બરાબર હલાવો, સાથે જ તેમાં સાંતળેલા ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડર ઉમેરીને ધીમા તાપે 5 મિનિટ ઉકાળો.

છેલ્લે ગુલાબજળ ઉમેરીને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો, ગરમાગરમ સફરજનની ખીરને ડ્રાયફ્રૂટ્સ અને કેસરથી ગાર્નિશ કરીને પીરસો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular