Homeગુજરાતીખોરાકસવારના નાસ્તામાં ફટાફટ બનાવો ક્વિનોઆ વેજીટેબલ ખીચડી, જાણો રેસીપી

સવારના નાસ્તામાં ફટાફટ બનાવો ક્વિનોઆ વેજીટેબલ ખીચડી, જાણો રેસીપી

રેસીપી, 11 જૂન 2026: Quinoa Vegetable Khichdi સવાર ઘણીવાર ખૂબ વ્યસ્ત અને ભાગદોડ ભરેલી હોય છે. આવી સ્થિતિમાં, સૌથી મોટી સમસ્યા નાસ્તાને લઇને રહે છે. ઘણી વખત સમજાતું નથી કે એવું શું બનાવવું જે ઓછા સમયમાં બની જાય અને સ્વાદિષ્ટ હોય. આ કિસ્સામાં તમે ક્વિનોઆ વેજીટેબલ ખીચડી બનાવી શકો છો. ક્વિનોઆને સુપરફૂડ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે. તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે અને શરીરને જરૂરી પોષણ પણ પૂરું પાડે છે.

જો ક્વિનોઆને કેટલાક તાજા શાકભાજી સાથે રાંધવામાં આવે છે તો તે માત્ર તેનો સ્વાદ જ નહીં, પરંતુ શરીરને પુષ્કળ પોષણ પણ પ્રદાન કરે છે. તે બનાવવી એકદમ સરળ છે. તેને બનાવવાની સરળ રેસીપી જાણીએ.

ક્વિનોઆ વેજિટેબલ ખીચડી માટે સામગ્રી

1 કપ ક્વિનોઆ

2 કપ પાણી

1 નાની ડુંગળી (બારીક સમારેલી)

1 નાનું ગાજર (બારીક સમારેલું)

1/4 કપ લીલા વટાણા

1/4 કપ કેપ્સિકમ (ઝીણા સમારેલા)

1 ટમાટું (ઝીણું સમારેલું)

1 લીલું મરચું (ઝીણું સમારેલું)

અડધી નાની ચમચી જીરું

1/4 ચમચી હળદર પાવડર

મીઠું સ્વાદ પ્રમાણે

1 મોટી ચમચી ઘી અથવા તેલ,

થોડા લીલા ધાણા (ઝીણા સમારેલા)

થોડું છીણેલું આદુ.

ક્વિનોઆ વેજીટેબલ ખીચડી માટે સરળ રેસીપી

સૌ પ્રથમ ક્વિનોઆને 2-3 વખત સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઇ લો. તેનાથી તેની થોડી કડવાશ દૂર થઈ શકે છે. આ પછી એક કુકર અથવા ઊંડા પેનમાં ઘી અથવા તેલ મેળવી ગરમ કરી લો.

હવે તેમાં જીરૂ મેળવી સાંતળો અને પછી તેમાં આદુ અને લીલા મરચાં મેળવી થોડી સેકન્ડ સુધી ફ્રાય કરી લો. હવે તેમાં ડુંગળી ઉમેરી સોનેરી થાય ત્યાં સુધી રાંધી લો. આ પછી તેમાં ગાજર, વટાણા, કેપ્સિકમ, ટામેટા, હળદર અને મીઠું મેળવી 2-3 મિનિટ સુધી ફ્રાય કરી લો. હવે તેમાં ધોયેલું ક્વિનોઆ ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરી લો.

આ પછી તેમાં 2 કપ પાણી મેળવી કુકરનું ઢાંકણ બંધ કરી લો. હવે તેને મધ્યમ તાપ પર 3 સીટી સુધી સારી રીતે રાંધી લો. જો પેનમાં બનાવી રહ્યા છો તો આવે તો લગભગ 15 મિનિટ સુધી પકાવો અને પછી ગેસ બંધ કરી લો.

જ્યારે કુકરનું પ્રેશર સંપૂર્ણપણે નીકળી જાય અને ઢાંકણ ખુલે ત્યારે તેમાં લીલા ધાણા ઉમેરો. હવે તમે તેને ગરમા ગરમ પીરસી શકો છો.

સંબંધિત લેખો

Most Popular